ટ્રેનમાં મુસાફરો અસલામત : ચાલુ ટ્રેને બારીમાંથી હાથ નાખી ગઠીયો પર્સ તથા મંગળસૂત્ર ખેંચી ફરાર
image : Freepik
વડોદરા,તા.15 ઓગષ્ટ 2023,મંગળવાર
બે મહિલા મુસાફરો ઊંઘી રહરેલવે પોલીસ ખુદાબક્ષ, ખેપીયા તથા ફેરિયાઓને ઝડપી સંતોષ માની રહી છે. તો બીજી તરફ ટ્રેનમાં મુસાફરોના કીમતી સામાનોની ચોરી ઉપર અંકુશમાં સફળતા મળી નથી ત્યાં હવે બેખૌફ તસ્કરો ચાલુ ટ્રેને મુસાફરોના મોબાઈલ , પર્સ , ઘરેણાની ચોરી કરી પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવે છે. આ વચ્ચે વધુ બે મુસાફરોએ પોતાની કીમતી મત્તા ગુમાવી હોવાની ઘટના સામે આવી છે. ઉજ્જૈન દર્શન કરી મહારાષ્ટ્ર પરત ફરતી બે મહિલા મુસાફરના પર્સ તથા સોનાનું મંગળસૂત્ર બારીમાંથી ચાલુ ટ્રેને ખેંચી ગઠિયો ફરાર થઈ જવા પામ્યો છે.
બનાવ અંગેની વિગત એવી છે કે, મહારાષ્ટ્રના હવેલી ખાતેના રહેવાસી માધુરીબેન સચિનભાઈ ચૌહાન 10 ઓગસ્ટના રોજ પરિવાર સાથે ઉજ્જૈન દર્શન કરવા માટે નીકળ્યા હતા. જ્યાંથી 12 ઓગસ્ટ ના રોજ પરત ફરતા સમયે તેઓ ઇન્દોર દોંડ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ 8માં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રે 12 વાગ્યાના સુમારે તેઓ સુઈ ગયા હતા. દરમિયાન ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના યાર્ડ પાસે ધીમી ગતિએ હોય અજાણ્યો ગઠિયાએ ટ્રેનની બહારથી બારીમાંથી હાથ નાખી મારા માથાના ભાગ નીચે રાખેલ લેડીઝ પર્સ ખેંચી લીધું હતું. અને મારી સાથે રહેલ મારી બહેનપણીના ગળામાંથી મંગળસૂત્ર ખેંચવાનો પ્રયાસ કરતા તે જાગી જતા શોર મચાવ્યો હતો. જો કે, ગઠિયો રૂ. 7 હજારની કિંમતનું મંગળસૂત્ર પણ તોડી અંધારામાં નાસી છૂટ્યો હતો. જ્યારે લેડીઝ પર્સમાં એક મોબાઈલ ફોન, બે સ્માર્ટવોચ તથા રોકડ રૂ.3 હજાર સહિત કુલ રૂ. 55 હજારની મત્તા હતી. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.