વડોદરાની યુનિવર્સિટીના કેમ્પસમાંથી ચંદનનું ઝાડ કાપનાર મધ્યપ્રદેશનું ચંદન ચોર ઝડપાયો
વડોદરા,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર
વડોદરાની યુનિવર્સિટીના કેમ્પસમાંથી ચંદન ચોરી કરનાર ચંદન ચોર મધ્યપ્રદેશ ખાતેથી ઝડપાયો છે.
વડોદરામાં એમએસ યુનિવર્સિટી, કીર્તિ મંદિર તેમજ અન્ય સ્થળોએ રોપવામાં આવેલા ચંદનના ઝાડની ચોરી કરતી ગેંગ વારંવાર ત્રાટકતી હોય છે. ત્રણ મહિના પહેલા પણ યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ વિસ્તારમાંથી ચંદનનું ઝાડ કપાયું હતું.
12 વર્ષ પહેલા યુનિવર્સિટી કેમ્પસ માંથી કપાયેલા ચંદનના ઝાડની ચોરીમાં એક ગેંગ પકડાઈ હતી. જેનો મુખ્ય સાગરીત મધ્યપ્રદેશમાં હોવાની વિગતો ખુલતા પોલીસે વોચ રાખી હતી. પોલીસની એક ટીમે આ ગેંગના વોન્ટેડ ઈસ્લામિયા છોટેખા પઠાણ (ચતુરખેડી રાજગઢ, મધ્ય પ્રદેશ)ને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.