mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સમાજમાં ગે હોવું કોઈ ગંભીર અપરાધ નથી : માનવેન્દ્રસિંહ

- વિદ્યાનગરમાં ગે કાનુન વિષય પર વાર્તાલાપ યોજવામાં આવ્યો

Updated: Sep 21st, 2018

સમાજમાં ગે હોવું કોઈ ગંભીર અપરાધ નથી : માનવેન્દ્રસિંહ 1 - image

આણંદ,તા.૨૦ સપ્ટેમ્બર 2018, ગુરુવાર

સમાજમાં ગે હોવું ગંભીર અપરાધ નથી. પરંતુ આપણા દેશમાં ગે હોવું એ જાણે બહુ મોટો અપરાધ હોય એ દ્રષ્ટિથી સમલૈંગિકોને જોવામાં આવે છે અને તેમની સાથે અભદ્ર, અસભ્ય વર્તાવ કરી તેમને તુચ્છ દ્રષ્ટિથી જોવામાં આવે છે. પરંતુ હાલમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ કાનુન સમગ્ર ગે તથા સમલૈંગિક વ્યક્તિઓ માટે આશીર્વાદ સમાન પ્રાપ્ત થશે તેવું વક્તવ્ય આપતા રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું.

થોડાક વર્ષ પહેલા મીડીયા સમક્ષ પોતે સમલૈંગિક-ગે હોવાનું જાહેર કરી રાજપીપળાના રાજવી પરિવારના રાજકુમાર માનવેન્દ્રસિંહે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. જો કે આ મામલે સમલૈંગિકો સહિત ગે સમૂહમાં એક આશાનું કિરણ પણ જાગ્યું હતું અને રાજકુમારના આ જાહેર નિવેદનથી સમલૈંગિકોમાં ભારે ઉત્સાહ પણ જાગ્યો હતો. હાલમાં સરકાર દ્વારા સમલૈંગિકોની તરફેણમાં આપેલા કોર્ટના ચુકાદાને સમલૈંગિક હોવુ કોઈ અપરાધ નથી તેવુ જાહેર કરવામાં આવતા સમગ્ર દેશમાં આ કાનુનને સમલૈંગિકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. 


આ અંગે વિદ્યાનગર એસ. પી. યુનિવર્સિટીના એમ.પી.પટેલ ઓડીટોરીયમ ખાતે એલજીબીટીઆઈક્યુએ અંતર્ગત સમસ્યા અને સમાધાન વિષય ઉપર રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્રસિંહની અધ્યક્ષતામાં વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત પોતાના વક્તવ્યમાં રાજકુમાર માનવેન્દ્રસિંહે સમાજમાં રહેતા સમલૈંગિકો અને ગે લોકોની સમસ્યાઓના સમાધાન અંગે તેમજ તેઓના મૂળભૂત અધિકારો માટેની લડત અને સંઘર્ષ અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા.

પોતે રાજવી પરિવારના છે અને તેમના પૂર્વજો યોધ્ધા હતા.  આજે હું પણ તેમની પરંપરા નિભાવી રહ્યો છું. પરંતુ શસ્ત્રોથી નહીં પણ મૂળભૂત અધિકારોથી હું સમલૈંગિકો માટેની લડત સરકાર અને સમાજ સામે લડી રહ્યો છું. સમલૈંગિક કે ગે હોવું એ કંઈ મોટો સામાજિક ગંભીર અપરાધ નથી. રાજવી પરિવારોમાં ગે હોવું એ કોઈ બહુ મોટી વાત નથી. સામાન્ય બાબત છે. પરંતુ આપણા સભ્ય સમાજમાં સમલૈંગિકોને બહુ જલ્દી સ્વીકારવામાં આવતા નથી એ કરૂણ બાબત છે. 

Gujarat