સમા-સાવલી રોડના સિદ્ધાર્થ બંગ્લોઝમાંથી ચોરો દાગીના ચોરી ગયા
વડોદરા,તા.11 ફેબ્રુઆરી,2020,મંગળવાર
સમા-સાવલી રોડના એક બંગલામાં ત્રાટકેલા ચોરો રૃા.સવા લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હતા.
સિધ્ધાર્થ બંગ્લોઝમાં રહેતા અને જીએસએફસીમાં ફરજ બજાવતા નિખિલભાઇ પંડવાલે પોલીસને કહ્યું હતું કે,ગઇ તા.૭મીએ અમે મકાન બંધ કરી ઉદેપુર ગયા હતા.આજે પરત ફર્યા ત્યારે ઇન્ટરલોક તૂટેલું હતું અને અંદરનો સામાન વેરવિખેર હતો.
ચોરો મકાનમાંથી સાડા ચાર તોલાના દાગીના,૫૦ ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ રૃા.સવા લાખ ઉપરાંતની મત્તા ઉઠાવી ગયા હતા.હરણી પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.