વડોદરાના શેરખી ગામે નિંદ્રાધિન યુવાનના મોબાઇલની ચોરી
image : Freepik
વડોદરા,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર
વડોદરાના શેરખી ગામે નિંદ્રાધિન યુવાનના મોબાઇલની ચોરી થયાની ફરિયાદ નોંધાવાઈ છે.
વડોદરા તાલુકાના શેરખી ગામના નાના ભાગ તળાવ ફળિયામાં રહેતા જીતેન્દ્રસિંહ ગોપાલસિંહ ગોહિલ નવમી તારીખે રાત્રે 10 વાગ્યે ઘરે આવ્યા હતા અને જમીને પોતાના આંગણામાં ખાટલા પર ઊંઘી ગયા હતા. ત્યારે બાજુમાં મુકેલા તેમના મોબાઇલને કોઈ ચોર ઉઠાવી ગયો હતો.