Get The App

દંપતીના બંધ મકાનમાંથી ૧.૮૭ લાખની ચોરી

મકાનમાલિક દંપતી મુંબઇ ફરવા ગયુ હતું

Updated: Oct 30th, 2021

GS TEAM

Google News
Google News
દંપતીના બંધ મકાનમાંથી ૧.૮૭ લાખની ચોરી 1 - image

વડોદરા,મુંબઇ ગયેલા દંપતીના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા મળીને કુલ ૧.૮૭ લાખની મત્તા ચોરી ગઇ હતી.

આજવારોડ રામપાર્કની પાસે બોરસલ્લી એપાર્ટમેન્ટમાં રહેતા રિઝવાના શફાકતહુસેન ટીનવાલા ગત તા.૨૬ મી ના રોજ ઘરને તાળું મારીને  પતિ સાથે અંગત કામ માટે મુંબઇ ગયા  હતા.અને ત્યાં જ  રોકાયા હતા.તા.૨૮ મી એ સવારે છ વાગ્યે તેમની બહેનના દીકરા ઇબ્રાહિમ વ્હોરાએ ફોન કરીને મકાનના તાળા તૂટયા હોવાનું જણાવ્યું હતું.તેમણે પરત આવીને જોયું તો મકાનના દરવાજો ખોલી જોતા સામાન વેરવિખેર પડયો હતો.તિજોરીમાં જોતા સોના ચાંદીના દાગીના અને રોકડા ૩૫ હજાર મળીને કુલ રૃપિયા ૧.૮૭ લાખની મત્તાની ચોરી થઇ હતી.જે અંગે તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

Tags :