Get The App

વિશ્વનું સૌ પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ભાવનગરમાં બનશે

- ટર્મિનલ બનાવવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી

- સીએનજી ને એલએનજી બંનેના ટર્મિનલ ધરાવતંત ગુજરાત પ્રથમ રાજ્ય

Updated: Sep 16th, 2020

GS TEAM

Google News
Google News
વિશ્વનું સૌ પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ભાવનગરમાં બનશે 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

ગુજરાતમાં ભાવનગર ખાતે વિશ્વનું સૌ પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ બનાવવા માટેના નિર્માણની કામગીરી આરંભ કરવાની મંજૂરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી દીધી છે.આ સાથે જ એલએનજી અને સીએનજી બંનેના પોર્ટ ટર્મિનલ ધરાવતું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.

સીએનજી ટર્મિનલ ડેવલપ કરવા માટે ફોરસાઈટ ગુ્રપ કોન્સોર્ટિયમ ડેવલપર તરીકે કામ કરશે. ગુજરાતમાં દહેજ અને હજીરા ખાતે એલએનજી ટર્મિનલ ચાલુ જ છે. ટર્મિનલની સ્થાપના સાથે વર્લ્ડના સીએનજી ટર્મિલન તરીકે ગુજરાતનું નામ રોશન થશે.

સીએનજી ટર્મિલન બનાવવા માટે રૂા.1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. આ ટર્મિનલ પર વર્ષે 15 લાખ ટનની ક્ષમતા ધરાવતા સીએનજી ટર્મિનલ ઉપરાંત 45 લાખ ટનની ક્ષમતા વાળું લિક્વિડ કાર્ગો ટર્મિનલ પણ તૈયાર કરવામાં આવશે.

તદુરાંત વ્હાઈટ કાર્ગો માટેની સુવિધા ઊભી કરવા ઉપરાંત રૉ-રૉ ટર્મિનલ પણ વિકસાવવામાં આવશે. આ માટેની ડ્રાફ્ટ પ્રપોઝલ તૈયાર છે.તેના મદદથી પર્યાવરણની મંજૂરી લેવામાં આવશે. આ મંજૂરી મળતા 18 મહિના લાગી જશે. ત્યારબાદ સ્થળ પર બાંદકામ કામગીરી ત્રણ વર્ષમાં પૂરી કરવામાં આવશે. 

રૂા. 1900 કરોડના આ પ્રોજેક્ટ પાછળ ખર્ચવામાં આવશે. આ સાથે જ ભાવનગર બંદરની કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા 90 લાખ મેટ્રિક ટનને આંબી જશે. આ ટર્મિનલ આવતા ભાવનગર વિસ્તારમાં લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગના સેક્ટરમાં યુવાનો માટે રોજગારીની નવી તક ઊભી થશે.

ગુજરાત મેરિટાઈમ બોર્ડ આ બંદરને વિકસાવવા માટેની તમામ પ્રક્રિયા કરી રહ્યું છે. ફોરસાઈટ ગુ્રપ ઉપરાંત મફતલાલ ગુ્રપ, અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલીસના કોન્સોર્ટિયમને ડેવલપર તરીકે પોર્ટ પર સીએનજી ટર્મિનલ વિકસાવવાની પરવાગની આપેલી છે. 

ભાવનગરમાં સીએનજી ટર્મિનલ વિકસાવવા માટે ચેનલ બનાવવા ઉપરાંત પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ કરવામાં આવશે. તેમ જ બે લૉક ગેટ્સનું બાંધકામ કરવા ઉપરાંત કિનારાર ઉપર સીએનજી ટ્રાન્સોર્ટેશન માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. 

એમએસએમઈને માર્કેટ સપોર્ટ આપી વૈશ્વિક નકશા પર સ્થાન અપાવશે

અન્ય એક સમારોહમાં મુખ્યમંત્રીએ ગુજરાતના 35 લાખથી વધુ એમએસએમઈ એકમોને આત્મનિર્ભરતા, કેપેસિટી બિલ્ડિંગ, ટેક્નોલોજી ટ્રાન્સફર, ઇનોવેશન અને માર્કેટ સપોર્ટથી ગ્લોબલ એમએસએમઈ મેપ પર લઈ જવા માટેની સ્પર્ધામાં સહાય આપવાની પણ જાહેરાત કરી છે. આ માટે સિડબી તરફથી યોગ્ય ટેકો આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા સિડબી વચ્ચે સમજૂતી કરાર પણ થયા છે. ગુજરાત સરકારે તાજેતરમાં જ જાહેર કરેલી નવી ઉદ્યોગનીતિ હેઠળ નાના અને મધ્યમ ઉદ્યોગોને વિવિધ પ્રોત્સાહનો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Tags :