Get The App

પાલનપુર રેલવે સ્ટેશનના પીઆરએસ કાઉન્ટર ખસેડાયા

Updated: Dec 10th, 2020

GS TEAM

Google News
Google News
પાલનપુર રેલવે સ્ટેશનના પીઆરએસ કાઉન્ટર ખસેડાયા 1 - image

અમદાવાદ,તા.10 ડિસેમ્બર 2020, ગુરૂવાર

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં તા. ૧૨ ડિસેમ્બરથી પાલનપુર રેલવે સ્ટેશન ઉપર ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

જેના કારણે પાલનપુર રેલવે સ્ટેશન પરના રિઝર્વેશન કાઉન્ટર્સ અને જનરલ ટિકિટ બુકિંગ કાઉન્ટર્સ નવી બિલ્ડિંગમાં આરએમએસની સામે ખસેડવામાં આવ્યા છે. મુસાફરોએ હવેથી એટલેકે તા.12 ડિસેમ્બરથી ટિકિટ બુકિંગ અથવા જનરલ ટિકિટ લેવા જુની જગ્યાને બદલે નવી જાહેર કરાયેલી જગ્યાએ જાવાનું રહેશે.