Get The App

સાબરમતી યુનિ.નો વહિવટ સરકારે પોતાના હસ્તક લીધો

- કેલોરેક્ષ યુનિ.નામથી ઓળખાતી

- ડીપીએસ બાદ યુનિ.માં પણ ગેરરીતિને લઈને સરકારે પોતાના અધિકારીને સંસ્થા વહિવટ સોંપ્યો

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
સાબરમતી યુનિ.નો વહિવટ સરકારે પોતાના હસ્તક લીધો 1 - image


અમદાવાદ, તા. 25 જુલાઇ, 2020, શનિવાર

કેલોરેક્ષ યુનિ.તરીકે ઓળખાતી સાબરમતી દ્વારા રૂપિયા લઈને પીએચડી તેમજ અન્ય ડિગ્રીઓ અપાતી હોવાની ફરિયાદની તપાસમાં ગેરરીતિઓ  સામે આવતા અંતે સરકારે યુનિ.નો વહિવટ પોતાને હસ્તક લીધો છે.સરકારે ઉચ્ચ શિક્ષણ કમિશનરને એડમિનિસ્ટ્રેટર બનાવ્યા છે.

ડીપીએસ બાદ કેલોરેક્ષ યુનિ.ને પણ સરકારે પોતાના હસ્તક લેવી પડી છે.મહત્વનુ છે કે  કેલોરેક્ષ યુનિ.સામે રૂપિયા લઈને પીએચડી સહિતની ડિગ્રી-સર્ટિફિકેટ વેચવાની ફરિયાદો થઈ હતી અને ત્યારબાદ રાજ્ય સરકારે યુનિ.ના ઓડિટ-તપાસ માટે એક કમિટી પણ રચી હતી.

આ તપાસ કમિટી દ્વારા સરકારને અહેવાલ સબમીટ કરાયો છે અને આ રિપોર્ટમાં બહર આવ્યુ છે કે યુનિ.દ્વારા મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ છે. પ્રવેશ પરીક્ષા વગર જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપેલ છે તેમજ યુનિ.દ્વારા તપાસ સોંપાયા બાદ પણ યુનિ.નો વહિવટ-પ્રવેશ  પ્રક્રિયા ચાલુ રાખ્યા હોવાનુ પણ સરકારને જાણવા મળ્યુ છે. 

આ ઉપરાંત માત્ર ડિર્સ્ટેશનના આધારે એમફીલની પદવીઓ અપાય છે.  શિક્ષકોની નિમણૂંકો ખોટી થઈ છે. સરકારને રજૂકરેલ  દરખાસ્તમં સાબરમતી યુનિ.ના પ્રમોટર્સના નામો પણ ખોટા હોવાનુ માલુમ પડયુ છે. તેઓ ખરેખર યુનિ.ના રજિસ્ટ્રર અને આચાર્ય છે.આમ ગેરરીતિને પગલે સરકારે  યુનિ. અધિનિયમ હેઠળ યુનિ.નો વહિવટ સંભાળવા અધિકારી નિમ્યા છે અને જેઓ  વહિવટ કામકાજ પર દેખરેખ રાખશે.

Tags :