Get The App

બાળક બદલાયુ: દિકરા બાદ દિકરી જન્મીનું કહેતા હોબાળો

- સોલા સિવિલ હોસ્પિટલની ઘટના

ફોટો પાડવાની ના પાડી ને થોડી વારમાં દિકરીના જન્મનું કહ્યું : માતા દિકરીના ડીએનએ સેમ્પલ લેવાયા

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
બાળક બદલાયુ: દિકરા બાદ દિકરી જન્મીનું કહેતા હોબાળો 1 - image

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. નવજાત બાળક બદલાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં તબીબો દ્વારા  પ્રથમ દિકરાનો જન્મ થયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ થોડીવારમાં દિકરીનો જન્મ થયો હોવાનું કહેતા હોબાળો મચી જવા પામ્યો હતો.

 આ કેસની વિગત એવી છે કે  ઓગણજ ગામમાં વીરકૃપા સોસાયટીમાં રહેતા દશરથભાઇ ભગવાનભાઇ સાધુએ સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે કે તેમની દિકરીને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ગુરુવારે રાતે  ૯.૧૫ વાગે ફરિયાદીની દિકરીએ બાળકને જન્મ આપ્યો હતો. જેથી તેઓએ બાળકનો ફોટો  માટે ડોક્ટરેને વાત કરી હતી.

ડોક્ટરે ફોટો પાડવાની ના પાડીને પછી બોલાવીશું તેમ કહ્યું હતુ ત્યારબાદ પોણા કલાક બાદ ફરજ પરના ડોક્ટરે  દિકરીનાન્જન્મ થયો હોવાનું કહ્યું હતું. જેને લઇને પરિવારજનોએ  બાળક બદલી લોવાની શંકા વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો હતો અને પોલીસ કન્ટ્રોલમાં ફોેન કર્યો હતો.  સોલા પોલીસે  સિવિલ હોસ્પિટલ સામે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજ આધારે બીજીતરફ હોસ્પિટલ દ્વારા માતા-અને દિકરીનો ડીએનએ સેમ્પલ લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Tags :