mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

હિસાબ અધિકારીએ બે વખત બિલ બનાવી રૂ.63 લાખની ઉચાપત કરી

Updated: Jun 13th, 2021

હિસાબ અધિકારીએ બે વખત બિલ બનાવી રૂ.63 લાખની ઉચાપત કરી 1 - image


માંડલ તા. પંચાયતના ફરજમોકૂફ નાયબ હિસાબ અધિકારી રાજેશ રામી સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ : માંડલ તાલુકા પંચાયતના નાયબ હિસાબ અિધકારી અને ટોળકીએ બે-બે વખત બીલ બનાવીને સરકારી નાણાંના કુલ 63 લાખ રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ માંડલ પોલીસમાં નોંધાવવામાં આવી છે. મદદનીશ શિક્ષકો અને નિવૃત્તોને ચૂકવવાના થતાં નાણાંના બીલ બે-બે વખત બનાવી લાખો રૂપિયા ઓળવી જવાની ફરિયાદ થઈ છે. 

પાટણમાં રહેતા હિતેન્દ્રભાઈ સોલંકી હાલમાં વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. મે-2021થી માંડલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળતા હીતેન્દ્રભાઈએ માંડલ તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ રાજેશ જે. રામી (હાલ ફરજમોકૂફ)  સામે સરકારી નાણાંના 63 લાખ રૂપિયાની ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, અમદાવાદ જિલ્લા પંચાયતના જિલ્લા હિસાબી અધિકારી કચેરીની તપાસમાં એવી વિગતો ખુલી હતી કે,  રાજેશ જે. રામીએ એપ્રિલ-2017થી માર્ચ-2018 દરમિયાન સરકારી નાણાં પોતાના અને બીજાના એકાઉન્ટમાં જમા કરાવી સરકારી નાણાંની ઉચાપત કરી હતી. 

પોતાના મળતિયા માણસો તેમજ ખાતામાં પૈસા જમા કરી ઉચાપત કરાઈ હતી. નિવૃત્ત થયેલા શિક્ષકોના નિવૃત્તિ બાદ જમા રજાનું રોકડમાં રાપાંતર કર્યું હતું તે સમાન પ્રકારના બીલ બનાવીને કુલ 39.37 લાખના બીલના ચેક બનાવી મળતિયાઓના નામના ચેક બનાવી તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. આ ઉપરાંત કોઈપણ પ્રકારના વાઉચર કે બિલ હુકમ કર્યા વગર બારોબાર ચેકથી 2.294 લાખનું ચૂકવણું મળતિયા તેમજ આર.જે. રામીના નામે જમા કરાવી નાણાં ઉપાડી લઈ ગેરરીતિ કરવામાં આવી હતી. 

Gujarat