Get The App

દૂધેશ્વરમાં રહેતા મહિલા તલાટીને મારઝૂડ કરતો તલાટી પતિ

માનસિક શારિરીક ત્રાસની ફરિયાદ કરી

સાસુએ વાળ પકડી પાડી દીધી ઃ કપડાં ફેંેકીને ઘરમાંથી કાઢી મૂકી ધમકી આપી

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
દૂધેશ્વરમાં રહેતા મહિલા તલાટીને   મારઝૂડ કરતો તલાટી પતિ 1 - image

અમદાવાદ,શનિવાર

દૂધેશ્વરવિસ્તારમાં પાણીની ટાંકી પાસે રહેતી અને કલોલ માલતદાર કચેરીમાં તલાટી તરીકે નોકરી કરતી મહિલાએ ગાંધીનગરના વોવાલમાં રહેતા તલાટી પતિ સામે શારીરિક માનસીક ત્રાસ અને મારઝૂડની ફરિયાદ નોધાવી છે.

 આ કેસની વિગત એવી છે કે  દૂધેશ્વર પાણીની ટાંકી પાસે અહેેમદ હુસેનની ચાલીમાં રહેતી અને કલોલમાં રેવન્યુ તલાટી તરીકે નોકરી કરતી  શીબાની  ઇમ્તીયાઝભાઇ સમા (મુસ્લીમ)એ  ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામ ખાતે આંગન રેસિડેન્સીમાં રહેતા અને  સરઢવ ગામંમાં તલાટી તરીકે નોકરી કરતા  પતિ ઇમરાનભાઇ અયુબભાઇ ખત્રી સહિત ત્રણ સામે માધુપુરા પોલીસ સ્ટેશનમાં માનસિક અને શારિરીક ત્ર ાસની ફરિયાદ નોધાવી છે કે તેમના લગ્ન તા.૨૧-૧૦-૨૦૧૯માં થયા હતા લગ્નના બે મહિના બાદ સાસરિયા દ્વારા રસોઇ બનાવવા જેવી નાની બાબતે તકરાર કરતા હતા અને પતિએ ગળુ દબવતાં દુખાવો થતો હતો  કારના  હપ્તા પણ પતિ તેમના પગારમાંથી ભરતા હતા. 

તા.૧૨ના રોજ તકરાર થતાં મહિલા પિયરના સભ્યો સમજાવવા માટે આવ્યા હતા. જયાં  પતિ ઉશ્કેરાઇ ને ગોળો બોલવા લાગ્યા  હતા  સાસુએ વાળ પકડીને નીચે પાડી દીધા બાદ સાસરીના લોકોએ કબાટમાંથી કપડાં ફેકીને કાઢી મૂક્યા બાદ ધમકી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

Tags :