સ્ટીચમેન ફેક્ટરીના કર્મચારીઓએ માસ્ક પહેર્યા ન હોવાથી 50 હજાર દંડ
- માસ્ક નહીં પહેરનારા 949ને 4,75,500નો દંડ
બોડકદેવની ટ્રેડબુલ્સને 21 હજાર, જ્યોતિ ઇન્ફ્રાટેકને 10 હજાર અને કન્સેપ્ટ હ્યુન્ડાઇને 5 હજારની પેનલ્ટી કરાઈ
અમદાવાદ, તા. 24 જુલાઇ, 2020, શુક્રવાર
અમદાવાદમાં માસ્ક પહેર્યા વગરના 949 લોકો ઝડપાતા મ્યુનિ.ના સોલિડ વેસ્ટ ખાતાની ટીમોએ રૂા. 4,74,500નો દંડ ફટકાર્યો છે. જ્યારે સત્તાવાળાઓન નારાજગી હોવાથી પાનના ગલ્લાઓ 'સીલ' કરવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે. આજે ઓફિસો અને ફેક્ટરીઓમાં કામ કરતા કર્મચારીઓએ માસ્ક નહીં પહેર્યાનું જણાતા 5000થી લઈને 50,000 સુધીનો ઉંચો દંડ ફટકારાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર (1) ખોખરામાં સ્ટીચમેન એસોસીએટ નામની નાની ફેક્ટરીમાં મોટાભાગના કર્મચારીઓ માસ્ક વગર કામ કરતા હોવાનું જણાતા રૂા. 50,000નો દંડ કરાયો છે. (2) બોડકદેવમાં સિંધુભવન રોડ પર ટ્રેડબુલ્સ સિક્યોરિટી નામની શેરબજારની ઓફિસમાં 20 જેટલા કર્મચારીઓએ માસ્ક પહેર્યા ન હોવાથી 21000ની પેનલ્ટી કરાઈ હતી.
(3) ગોતામાં જ્યોતિ ઇન્ફ્રોટેક કંપનીને 10,000 અને કોન્સેપ્ટ હ્યુન્ડાઇના બોડકદેવના શોરૂમમાં માસ્ક વગરના કર્મચારીઓ જણાતા 5000નો દંડ વસુલાયો છે. દરમ્યાનમાં ગઈકાલે 345 લોકો માસ્ક વગરના જણાતા 1,72,500નો દંડ વસુલાયો હતો. જ્યારે પાનના ગલ્લાઓ પાસેથી 1,30,000ની પેનલ્ટી વસુલાઈ હતી.
બીજી તરફ મ્યુનિ.ની કચેરીઓમાં જ કેટલાક કર્મચારીઓ માસ્ક વગર ફરજ બજાવે છે અને સોશ્યલ ડિસ્ટન્સ ના જળવાય તે રીતે બેસે છે તેવી ફરિયાદો પણ વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે. દિવા તળે અંધારા જેવી આ બાબત છે. આ ઓફિસોમાં ચેકિંગ થવું જોઈએ તેવી લાગણી પણ લોકોમાં ઉભી થવા પામી છે.
કયા ઝોનમાં કેટલો દંડ ફટકારાયો ?
ઝોન કેટલા ઝડપાયા દંડ વસુલ્યો
ઝોન |
કેટલા ઝડપાયા |
દંડ વસુલ્યો |
પૂર્વ |
111 |
55,500 |
પશ્ચિમ |
124 |
62,000 |
ઉત્તર |
104 |
52,000 |
દક્ષિણ |
294 |
1,47,000 |
મધ્ય |
96 |
48,000 |
ઉત્તર પશ્ચિમ |
150 |
75,000 |
દક્ષિણ પશ્ચિમ |
70 |
35,000 |
કુલ |
949 |
4,74,500 |
નોંધ : કુલ 141 ટીમો જુદા જુદા ઝોનમાં કામે લાગી હતી.