Get The App

ખેતીની જમીન પર બોજો હશે તો પણ બિનખેતીની પરવાનગી આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય

- ખેડૂત ખાતેદારની જમીન કોઈપણ જિલ્લામાં હોય તો પણ ઓનલાઈન ખરાઈ કરીને જમીન ખરીદીની મંજૂરી વહેલી આપવાનું આયોજન કરાયું

Updated: Nov 8th, 2019

GS TEAM

Google News
Google News
ખેતીની જમીન પર બોજો હશે તો પણ બિનખેતીની પરવાનગી આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય 1 - image


(પ્રતિનિિધ તરફથી) અમદાવાદ, તા. 7 નવેમ્બર, 2019, ગુરૂવાર

ગુજરાત સરકારે જમીન પર બોજો હોય તો પણ બોજા સાથે એન.એ.-નોન એગ્રીકલ્ચરની મંજૂરી આપી દેવામાં આવશે. આ મંજૂરીના પત્રમાં બોજાનો ઉલ્લેખ કરવામાં આવશે અને જેનો બોજો હશે તેને પણ તેની તત્કાળ જાણ કરી દેવામાં આવશે . નોન એગ્રીકલ્ચર કરાવવા માટેનું પ્રીમિયમ બોજો હોવા છતાંય ભરી શકાશે.

આ મિલકત પર બોજાનો લખાશે, પરંતુ તેને કારણે હેતુફેરના કાયદાને લગતી જોગવાઈના અમલમાં કોઈ ફેરફાર ન થાય તેની કાળજી પણ રાખવામાં આવી છે, એવી જાહેરાત આજે ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કરી હતી. બિન ખેતીની મંજૂરી ઓનલાઈન આપવાની સિસ્ટમ દાખલ કર્યા પછી તેમાં આ એક વધુ સુધારો કરવામાં આવ્યો હોવાનું મહેસૂલ મંત્રીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે બેન્કનો કે મંડળીનો બોજો હશે તો તેને પણ તેની લેખિતમાં તત્કાળ જાણ કરી દેવામાં આવશે. જમીન પર મંડળીઓનો કે બૅન્કનો બોજો બાકી હોય તો તેવા કિસ્સાઓમાં હેતફેરની, સત્તાપ્રકાર ફેરની એટલે કે ગણોતધરાની, નવી શરતની જમીનમાં ખેતીની, બિનખેતીના હેતુ માટે પ્રીમિયમ ભરવાની કે બિનખેતીની પરવાનગી આપવામાં આવતી નથી. 

વાસ્તવમાં આવી પરવાનગીઓથી મિલકતનું હસ્તાંતરણ ન થતું હોવાથી અને ઉપયોગનો હેતુ-સત્તા પ્રકાર  જ બદલાતો હોવાથી તેમ જ અન્ય કોઈ નિયમનો ભંગ ન થતો હોવાથી  આ નિર્ણય લેવામાં આવ્યો છે.અરજદારોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

તેમણે જણાવ્યું હતું કે નાણાં સંસૃથાનું હિત જળવાય તે હુતેથી બોજા સાથેની બિનખેતી, પ્રીમિયમની પરવાનગી મળી હોય તેવી મિલકત વેચાણ, બક્ષિસ, ભેટ, વસિયત, બાનાખત, ગિરો કે અન્ય કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તબદિલીની નોંધો પ્રમાણિત ન થાય તેની ચોકસાઈ પણ રાખવામાં આવશે. આ અંગેની નોંધ પણ હકપત્રકમાં કરવામાં આવશે.

મહેસૂલી સેવાઓને વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનાવવા માટે બિનખેતી માટે ઓનલાઈન કરવામાં આવેલી અરજીનો સૈદ્ધાંતિક સ્વીકાર થઈ ગયા પછી અરજદારને નાણાં ભરવા માટે ઇ-મેઈલ કરીને જાણ કરવામાં આવશે.

આ નાણાંનું ઓનલાઈન પેમેન્ટ કર્યાનો અને તેની ખરાઈ થઈ ગઈ હોવાને ટ્રેઝરી તરફથી મેસેજ આવ્યા પછી જ અરજદારને બિનખેતીની પરવાનગીનો હુકમ આપવાની વ્યવસૃથા છે.

આ કાર્યપદ્ધતિમાં સુધારો કરીને અરજદારને પ્રીમિયમના પેમેન્ટ કરવા માટેનો મેસેજ આપવાની સાથોસાથ જ તેને એન.એ.ની પ્રોવિઝનલ પરવાનગી આપી દીધી હોવાનો પત્ર ઇ-મેઈલથી મોકલી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પ્રોવિઝનલ એન.એ.ની મંજૂરી મળી જતાં અન્ય વિભાગો પાસેથી મેળવવાની થતી મંજૂરીઓની કાર્યવાહી તે સુગમતાથી આગળ વધારી શકશે. 

ખેડૂત ખાતેદાર હોવાની ખરાઈ પણ ઓનલાઈન થઈ જાય તે માટે 4.5 કરોડથી વધુ ખેડૂત ખાતેદારની વિગતો ઓનલાઈન જોઈ શકાય તેવી વ્યવસૃથા કરી દેવામાં આવી છે. અત્યારે એક જિલ્લાની કચેરીમાં જમીન ખરીદી માટેની અરજી મૂકે અને ખેડૂતની જમીન બીજા જિલ્લામાં હોય તો તેની ખરાઈ કરવામાં બહુ જ લાંબો સમય નીકળી જતો હતો.

આ પરિસિૃથતિમાં સુધારો કરવા માટે અને તત્કાળ ખેડૂત ખાતેદાર તરીકેની ખરાઈ ખરાઈ ઓનલાઈન જ થઈ જાય તે માટેની વ્યવસૃથા ઊભી કરી દેવામાં આવી છે. પરિણામે આ પ્રક્રિયામાં દોઢથી બે મહિનાનો લાગતો સમય હવે લાગશે નહિ. આ માટે ખેડૂત ખાતેદારે જુદાં જુદાં જિલ્લામાં ધારણ કરેલી જમીનની વિગતો દાખલ કરવાની રહેશે. આ વિગતોની ઓનલાઈ ચકાસણી કરી શકાશે અને બિનજરૂરી વિલંબ ટાળી શકાશે.

Tags :