Jio ફાઇબર બ્રોડબેન્ડમાંથી બોલું છું, કહીને યુવક સાથે 1 લાખની ઓનલાઇન છેતરપિંડી
અમદાવાદ, તા.15 જુલાઇ 2020, બુધવાર
રાણીપમાં રહેતા હિતેશ એમ કંસારાએ પોતાના ઘર માટે બ્રોડબેન્ડ માટે jio ફાઇબર નામની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી તેમના મોબાઈલ પર અજાણ્યા શખ્સે ફોન કરીને તે jio ફોનમાંથી બોલે છે અને તમે કરાવેલા રજીસ્ટેશન માટે કેવાયસી અપલોડ કરવું પડશે એમ કહીને લીંક મોકલી હતી.
હિતેશભાઈ આ લીંક ખોલવાનો પ્રયાસ કર્યો હતો પણ લિંક ખુલી નહોતી. જેથી હિતેશે અજાણ્યા શખ્સે ફોન કરીને આ બાબતે વાત કરતાં તેને ચેક કરું છુ, એમ કહીને ફોન મૂકી દીધો હતો. બાદમા તપાસ કરતાં તેના ક્રેડિટ કાર્ડ માંથી રૂ.1,00,198 ટ્રાન્ઝેક્શન થયુ હોવાનું જણાવ્યું હતું.
જેથી હિતેશભાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.