Get The App

વિદેશમાં રાખડી મોકલવા માટે રૂ. 1 હજારથી વધુ ખર્ચવા પડશે

- વિદેશ માટે આ વખતે માત્ર સ્પીડ પોસ્ટની સુવિધા

- વિદેશ માટે સ્પીડ પોસ્ટના દર રૂ. 1 હજારથી વધુ, કૂરિયરનો ચાર્જ રૂ. 1700થી રૂ. 2 હજાર

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News

અમદાવાદ, શુક્રવાર

રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોઇ બહેન આ વખતે વિદેશમાં રહેતા ભાઇને રાખડી મોકલવા માગતી હશે તો તેને ઓછામાં ઓછા રૃપિયા ૧ હજાર ખર્ચવા પડશે. આટલી વધુ રકમ ખર્ચવાની હોવાથી આ વખતે અનેક બહેનો વિદેશમાં રહેતા ભાઇને રાખડી જ મોકલી શકે નહીં તેવી સ્થિતિ સર્જાઇ છે. 

આ પાછળના કારણમાં પણ કોરોના વાયરસ જ વિલન તરીકે ઉભરી આવ્યો છે. વાત એમ છે કે, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ૩૫ દેશમાં સ્પીડ પોસ્ટથી જ પાર્સલ-કવર મોકલવાનું શરૃ કરાયું છે. સ્પીડ પોસ્ટની જ સુવિધા હોવાથી રાખડીનું કવર મોકલવા માટે પણ ઓછામાં ઓછા રૃપિયા ૧ હજાર ખર્ચવા પડે છે. આ અંગે પોસ્ટલ વિભાગના એક કર્મચારીએ જણાવ્યું કે, 'કોરોના મહામારીને પગલે વિદેશ માટે આ વખતે માત્ર સ્પીડ પોસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. અગાઉ ગત વર્ષ સુધી સામાન્ય રીતે પણ રાખડી મોકલી શકાતી હોવાથી બહેનો સાવ સાધારણ કિંમતે વિદેશમાં રહેતા ભાઇને રાખડી મોકલી શકાતી હતી. આ વર્ષની પરિસ્થિતિ તદ્દન ભીન છે. ' પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદેશમાં મોકલવા જ્યાં સ્પીડ પોસ્ટ શરૃ કરાઇ છે તેમાં દુબઇનો સમાવેશ નહીં થતો હોવાથી પણ અનેક બહેનોને નિરાશા થઇ છે. સ્પીડ પોસ્ટ મોકલવા ૨૫૦ ગ્રામ વજનનું કવર હોય તો અમેરિકા માટે રૃ. ૮૫૦, ઓસ્ટ્રેલિયા માટે રૃ. ૮૬૦, બ્રિટન માટે રૃ. ૧૩૯૦, ન્યૂઝીલેન્ડ માટે રૃ. ૯૯૦ લઘુત્તમ ચૂકવવા પડે છે. બીજી તરફ કૂરિયર કંપનીઓ દ્વારા વિદેશમાં રાખડી મોકલવા માટેનો ચાર્જ રૃ.૧૭૦૦થી રૃ. ૨ હજાર હોય છે. આમ, જે બહેનો ઈ કોમર્સથી પરિચિત છે તે આ વખતે ઓનલાઇન જ રાખડી મોકલવાનું વધારે પસંદ કરે તેવી સંભાવના છે.

 

Tags :