Get The App

ટૂંકમાં જ પાટીલની નવી ટીમ મુખ્યમંત્રી-પાટીલ વચ્ચે બેઠક થઇ

- એક વ્યક્તિ, એક હોદ્દાના સૂત્રનો અમલ થશે

- આજે કમલમમાં બેઠકોનો દોર, બધાય મોરચાના અધ્યક્ષ સાથે સી.આર. પાટીલની વન ટુ વન બેઠક

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News
ટૂંકમાં જ પાટીલની નવી ટીમ મુખ્યમંત્રી-પાટીલ વચ્ચે બેઠક થઇ 1 - image


અમદાવાદ, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર

ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપના પ્રદેશ સંગઠનમાં આમૂલ ફેરફાર થવાની શક્યતા છે. સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ સંગઠનના માળખાને નવો ઓપ આપવા કવાયત શરૂ કરી દીધી છે.

જેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં સીએમ હાઉસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપરાંત રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી.સતિષ વચ્ચે એક બેઠક થઇ હતી જેમાં આગામી દિવસોમાં સંગઠનમાં થનારા બદલાવ અંગે ચર્ચા થઇ હતી. ટૂંક સમયમાં જ પાટીલની નવી ટીમની ઘોષણા થાય તેમ છે.

ભાજપના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ જે રીતે ભાજપે સંગઠન માટે તૈયારીઓ કરી છે તે જોતાં પેટાચૂંટણી સમયસર યોજાશે તે નક્કી છે. જીતુ વાઘાણીએ પદભાર સંભાળ્યા બાદ સંગઠનમાં કોઇ નવી નિયુક્તિ થઇ નથી જેના કારણે છેલ્લા કેટલાંય વખતથી સંગઠનની હાલત કથળી ગઇ છે.

એટલું જ નહીં, ગત ટર્મમાં યુવા મોરચો તો એટલી હદે નિષ્ફળ જ નહીં, પણ મોરચાના સભ્યોના કરતૂતોના લીધે ભાજપને રાજકીય રીતે બદનામી વેઠવી પડી હતી.

આ જ પ્રમાણે,ડોકટર સેલ અને મહિલા મોરચાની કામગીરી ય શૂન્ય રહી હતી. અન્ય મોરચાના અધ્યક્ષ અને સભ્યો માત્ર હોદ્દા શોભાવીને બેઠા રહ્યાં છે. આ બધાય કારણોસર સંગઠનની એવી દશા થઇ છેકે,પક્ષના કાર્યક્રમમાં કાર્યકરોની સંખ્યા જ હોતી નથી .

આ બધીય પરિસિૃથતી વચ્ચે જૂથવાદ પણ વકર્યો છે. જે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ પાટીલ માટે એક પડકારરૂપ છે. આવતીકાલે આ બધીય પરિસિૃથતીનો ક્યાસ કાઢવા વિવિધ મોરચાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ સાથે પાટીલે વન ટુ વન બેઠકો યોજી છે. કમલમમાં દિવસભર બેઠકોનો દોર જામશે. 

સૂત્રોના મતે,આગામી દિવસોમાં પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થશે.મોરચાના અધ્યક્ષ,ઉપાધ્યક્ષ અને મહામંત્રી સુધૃધા બદલી નવા ચહેરાઓને સૃથાન આપવામાં આવશે.

એટલું જ નહીં, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોન પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાના લક્ષ્યાંક સાથે કાર્યકરોને સંગઠનમાં મહત્વ આપવા નક્કી કરાયુ છે.જોકે,કેટલાંયના પત્તા કપાઇ શકે છે.

Tags :