ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને SHE TEAM મદદ કરશે, હેલ્પલાઇન જાહેર

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને SHE TEAM મદદ કરશે, હેલ્પલાઇન જાહેર 1 - image

વડોદરા,તા.06 માર્ચ 2024,બુધવાર

વડોદરા શહેર પોલીસની શી ટીમ દ્વારા ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓને મદદરૂપ થવા હેલ્પલાઇનનો નંબર જાહેર કર્યો છે.

વડોદરા પોલીસની શી ટીમે મીડિયા ને કહ્યું છે કે, બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ કે વાલીઓ માનસિક દબાણ અનુભવતા હોય તો તરત જ શી ટીમનો સંપર્ક કરે. અમે તેઓનું કાઉન્સેલિંગ કરીશું અને તેમનો બોજ હળવો થાય તેવા પ્રયત્ન કરીશું.

આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળ સુધી પહોંચી ન શકે તેવા લોકો પણ શી ટીમનો સંપર્ક કરશે તો તેમને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષાર્થીઓએ મૂંઝવવાની જરૂર નથી.

પરીક્ષા કે તેના પરિણામના ડરથી આત્મહત્યા કરવાનો વિચાર આવે તો પણ તાકીદે શી ટીમનો સંપર્ક કરવો જોઈએ. જેથી અમારા નિષ્ણાતો યોગ્ય સલાહ આપી સમસ્યાનું નિરાકરણ લાવશે.શી ટીમનો હેલ્પલાઇન નંબર અને સંપર્ક આ મુજબ છે.

ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને SHE TEAM મદદ કરશે, હેલ્પલાઇન જાહેર 2 - image




Google NewsGoogle News