Get The App

શંકરસિંહ વાઘેલાએ NCPને કહ્યું અલવિદા, આ કારણે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

Updated: Jun 22nd, 2020

GS TEAM

Google News
Google News
શંકરસિંહ વાઘેલાએ NCPને કહ્યું અલવિદા, આ કારણે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું 1 - image

ગાંધીનગર, તા. 22 જુન 2020, સોમવાર

શંકરસિંહ વાઘેલાએ હવે એનસીપીને અલવિદા કહી દીધું છે. તેમણે રાષ્ટ્રીય મહાસચિવના પદ સાથે-સાથે પાર્ટીના સક્રિય સભ્યપદ પરથી પણ રાજીનામું ધરી દીધું છે. તેમણે પોતાના રાજીનામાં કારણ દર્શાવ્યું કે, હવે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ પર ફેરફાર અને હાલમાં જ કેટલાંક રાજકિય ફેરફારોના કારણે પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને તાલુકા સ્તરે કામ કરનારાઓમાં નિરાશા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતની રાજનીતિમાં દિગ્ગજ નેતાઓમાં ગણાતા શંકરસિંહ વાઘેલા માર્ચ-2019માં NCPમાં જોડાયા હતા. લગભગ બે દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ શંકરસિંહ વાઘેલાઓ પોતાનો પક્ષ પણ ખોલ્યો હતો અને જે બાદ તેઓ એનસીપીમાં જોડાયા હતા. હવે એનસીપીને પણ તેમણે અલવિદા કહી દીધું છે. તેમણે રાષ્ટ્રીય મહાસચિવ પદની સાથે-સાથે પાર્ટીના સક્રિય સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે.

Tags :