આજવા રોડ પર ચાલતા જુગારનામ પર દરોડો સંચાલક સહિત સાત પકડાયા

વડોદરા,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

પીસીબી પોલીસની માહિતી મળી હતી કે આજવા રોડ નવજીવન બસ સ્ટેન્ડની પાછળ આવેલ જાદવ અમીશ્રદ્ધા સોસાયટીમાં રહેતો રિતેશ કૈલાશભાઈ ધોબી પોતાના મકાનમાં જુગારધામ ચલાવે છે જેથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે પંચોને સાથે રાખીને રેડ કરતા જુગાર ધામનો સંચાલક રીતેશ ધોબી તથા જુગાર રમતા અશોક દામાજીભાઈ પંચાલ હરીશ જગદીશભાઈ પોતદાર જતીન રાજેન્દ્રભાઈ મહંત રાહુલ મનુભાઈ કહાર શૈલેષ કનુભાઈ જયસ્વાલ તથા ઇબ્રાહીમ નુરાભાઈ ઘાંચી મળી આવ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 6 મોબાઈલ તથા રોકડા રૂપિયા મળીને એક લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.

City News

Sports

RECENT NEWS