Get The App

ખેડા જિલ્લામાં નડિયાદમાં ચાર સહિત કોરોનાના સાત કેસ નોંધાતા દોડધામ

- કિલર કોરોનાનો જિલ્લામાં સતત સળવળાટ

Updated: Jun 26th, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં નડિયાદમાં ચાર સહિત કોરોનાના સાત કેસ નોંધાતા દોડધામ 1 - image


- નડિયાદમાં મહિલા સહિત ચાર, કપડવંજ, મહેમદાવાદ અને ખેડા શહેરમાં કોરોનાના એક - એક કેસ મળતા જિલ્લાતંત્રમાં ફફડાટ

નડિયાદ, તા. 25 જૂન 2020, ગુરુવાર


ખેડા જિલ્લામાં આજે વધુ સાત કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો ૧૪૫ પર પહોંચ્યો છે. જેમાં ખેડા શહેરના લાલ દરવાજા વડવાળી શેરી, નડિયાદ શહેરના અલ્લાહપાર્ક, પાડાપોળ, જુના રાવપુરા-વ્હોરવાડ, ખાડ વિસ્તાર તેમજ કપડવંજ અને મહેમદાવાદમાં  કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયા છે.

ખેડા શહેરના લાલ દરવાજા વડવાળી શેરીમાં રહેતા કલ્પેશભાઈ જેસીંગભાઈ પટેલ ઉં.વ. ૫૫નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેમને ગત તા. ૧૮ જુનના રોજ સુકી ખાંસી, હાથ પગમાં દુઃખાવો થતા માતરની એક હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા. જ્યાં એક્સ-રે કરતા ન્યુમોનિયાના લક્ષણ જોવા મળ્યા હતા. જેથી તેઓને નડિયાદ સીવીલ હોસ્પિટલ ખાતે ગત તા. ૧૯ જુનના રોજ રીફર કર્યા હતા જ્યાં તેઓનું કોરોના સેમ્પલ લેવામાં આવ્યું હતું જે નેગેટીવ આવ્યું હતું. 


આ બાદ ગત તા. ૨૧ જુનના રોજ તેઓ આણંદની એક ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં તેઓનું ગત તા. ૨૩ જુનના રોજ તબિયતમાં સુધારો ન થતાં સાંજે ફરીથી કોરોના સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે આજ રોજ પોઝીટીવ જાહેર થયું છે. પરિવારમાં આઠ સભ્યો છે આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.

નડિયાદ શહેરમાં અલ્લાહપાર્કમાં રહેતા આમીરભાઈ ઈબ્રાહીમભાઈ પાયા ઉં.વ. ૨૯નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓને ગત તા. ૧૪ જુનથી તાવ અને ઉધરસની તકલીફ થઈ હતી. આ બાદ તેઓ શહેરની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા પરંતુ તબિયતમાં સુધારો ન થતાં તેઓ ફરીથી બતાવવા માટે ગયા હતા. ગત તા. ૨૨ જુનના રોજ સીવીલ હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા હતા. ગત તા. ૨૪ જુનના રોજ તેમનું કોરોના સેમ્પલ લેવામાં આવ્યું હતું જે પોઝીટીવ જાહેર થયું હતું. તેમના પરિવારમાં ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. આ બાદ આરોગ્યની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.

નડિયાદ શહેરના પાડા પોળ, નવજવાન શેરી માતાનો ખાંચો વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ કનુભાઈ રાણા ઉં.વ. ૪૯નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેમને તાવ અને તબિયતમાં સુધારો ન જણાતા જાતે જ તાવની દવા લીધી હતી. પરંતુ તેઓને રાહત ન જણાતા ગત તા. ૨૨ જુનના રોજ સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. આ બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝીટીવ જાહેર થયો છે. તેમના પરિવારમાં ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. કોરોના રીપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.

નડિયાદ શહેરના જુના રાવપુરા વ્હોરવાડમાં રહેતા યાકુબભાઈ ઉસ્માનભાઈ પીપળાતાવાળા ઉં.વ. ૫૫નો કોરોના  રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓને તાવ, શરદી અને ખાંસીની તકલીફ થતા નડિયાદ શહેરની એક હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા. ગત તા. ૨૪ જુનના રોજ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજરોજ પોઝીટીવ જાહેર થયો છે. આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.

નડિયાદ શહેરના ખાડ વિસ્તારમાં રહેતા રેવાબેન વીનુભાઈ તળપદા ઉં.વ. ૭૦નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેમને બી.પી.ની તકલીફ છે. તેમજ લકવાની દવા લેવા માટે માલાવાડા ગયા હ તા. આ બાદ નડિયાદ શહેરની એક હોસ્પિટલમાં અને તા. ૨૩ જુનના રોજ શહેરની એક હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા. જ્યાં તેમનો સીટીસ્કેન કરવામાં આવ્યો હતો અને તેઓ એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાંથી તેમને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં મોકલી અપાયા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરતા તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યોહ તો. તેમના પરિવારમાં આઠ સભ્યોનો સમાવેશ થાય છે. આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.

કપડવંજ શહેરમાં આવેલ સૌંદર્ય સોસાયટીમાં રહેતા ચિરાગ બાબુભાઈ પટેલ ઉં.વ. ૪૨નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓની તબિયત નાદુરસ્ત જણાતા તેમણે સ્થાનિક દવાખાનામાં દવા લીધી હતી. આ બાદ તેઓને નડિયાદ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ત્રણ દિવસ સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમનો ગત. તા. ૨૪ જુનના રોજ કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો જે મોડી રાત્રે પોઝીટીવ જાહેર થયો હતો. તેમના પરિવારમાં ત્રણ સભ્યો છે. કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.

મહેમદાવાદ શહેરના રણછોડજીની પોળમાં રહેતા કુસુમબેન એસ. સોની ઉં.વ. ૬૬નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેમને સાત-આઠ દિવસથી તાવ, ગળામાં દુખાવો અને પગમાં દુખાવો હતો જ્યારે તેમના પુત્ર કેતનભાઈને કાનમાં તકલીફ હતી જેથી તેઓ બંને નડિયાદ સીવીલ હોસ્પિટલ ખાતે ગત તા. ૧૯ જુનના રોજ ગયા હતા. જ્યાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગત તા. ૨૪ જુનના રોજ કુસુમબેન અને તેમના પુત્ર કેતનભાઈનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી કુસુમબેનનો કોરોના રીપોર્ટ જાહેર પોઝીટીવ જાહેર થયો છે જ્યારે તેમના પુત્રનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. કુસુમબેનને એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે કેતનભાઈ નડિયાદ સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના પરિવારમાં ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી છે.

Tags :