Gujarat

ખાસવાડી સ્મશાન પાસે સ્ક્રેપમાં આગ, ડમ્પરોને બચાવી લીધા

By GS Team
3 Apr 20241 min read
This article was originally published on 3 Apr 2024
ખાસવાડી સ્મશાન પાસે સ્ક્રેપમાં આગ, ડમ્પરોને બચાવી લીધા

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહ પાસે સ્ક્રેપમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી હતી.      

ખાસવાડી સ્મશાન ગૃહ પાસે કચરો તેમજ સ્ક્રેપમાં આજે સવારે 11 વાગ્યાના અરસામાં કોઈ કારણસર આગ લાગતા પવનને કારણે ઝડપભેર આગ પ્રસરી હતી. બનાવના સ્થળે પાર્ક કરેલા ડમ્પરો સુધી આગ આવી જતા સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડે વાહનો ખસેડી લેવા તજવીજ કરી હતી.


આગ ને કારણે જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. પોલીસ પણ બનાવના સ્થળે દોડી આવી હતી. આગ લાગવાનું કારણ શોધવામાં આવી રહ્યું છે.