Get The App

ગોધરાકાંડનો સલીમ જર્દા જેલમાં ચાર ફોન ઓપરેટ કરતો હતો,સલીમને મદદ કરતા જેલ કર્મીઓ પર સકંજો

Updated: Jan 16th, 2020

GS TEAM

Google News
Google News
ગોધરાકાંડનો સલીમ જર્દા જેલમાં ચાર ફોન ઓપરેટ કરતો હતો,સલીમને મદદ કરતા જેલ કર્મીઓ પર સકંજો 1 - image

વડોદરા,તા.16 જાન્યુઆરી,2020,ગુરૃવાર

વડોદરા સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલ સેન્ટરમાં ગોધરા કાંડના કેદી સલીમ જર્દાની મુખ્ય ભૂમિકા હોવાની વિગતો  બહાર આવતાં ક્રાઇમ બ્રાન્ચ સલીમનો કબજો મેળવી જેલના નેટવર્કની તપાસ કરશે.

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વર્ષ-૨૦૧૯ દરમિયાન એક પછી એક ૩૧ મોબાઇલ ફોન મળી આવવાના બનાવો અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ૨૨ પોલીસ ફરિયાદો નોંધાઇ છે.જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

જેલના મોબાઇલ નેટવર્કમાં ગોધરા કાંડના કેદી સલીમ જર્દાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે પોલીસ જોઇ રહી છે.મળેલા મોબાઇલો પૈકી સલીમ ચાર ફોન ઓપરેટ કરતો હોવાની વિગતો બહાર આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સલીમના નેટવર્કમાં જેલના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે.અંદરના કર્મચારીઓ વગર મોબાઇલનું નેટવર્ક શક્ય નહીં હોવાથી પોલીસે સલીમ જર્દાને મદદરૃપ થનારા જેલ કર્મચારીઓની તપાસ માટે સલીમનો કબજો મેળવી પૂછપરછ કરવાની તજવીજ કરાઇ છે.કોર્ટની મંજૂરી મળતાં જ પોલીસ સલીમને લઇ આવશે.

Tags :