નડિયાદ, તા.28 જૂન 2020, રવિવાર
નડિયાદ ડિવીઝનલ સ્કોર્ડે મહેમદાવાદ તાલુકાના એક ગામનો બોગસ દસ્તાવેજ બનાવી લાખોની રૃપિયાની છેતરપીંડી કરી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો છે.નડિયાદ ટાઉન પોલીસે જરૃરી કાર્યવાહી કરી મહેમદાવાદ પોલીસને સોંપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહેમદાવાદ તાલુકાના રૃદણ ગામે બોગસ દસ્તાવેજ બનાવી રૃપિયા ૨૬.૬૮ લાખની છેતરપીંડી આચરી નાસતો ફરતો હતો.જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર નડિયાદ ડિવીઝન સ્કોર્ડે પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે મહેમદાવાદ પોલીસ મથકનો નાસતો ફરતો આરોપી યાકુબખાન અકબરખાન પઠાણ રહે,પઠાણપુરા રૃદણ તા.મહેમદાવાદ હાલ ચોરી છુપીથી મરીડા રોડ નડિયાદની ઇમદાદનગરમાં હોવાની બાતમી મળી હતી.જે અનુસંઘાને નડિયાદ ડિવીઝન સ્કોર્ડેની ટીમે બાતમી આધારિત સ્થળેથી ઉપરોક્ત વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો.આ બાદ તેની પૂછપરછ કરતા તેણે પોલીસ તપાસમાં જણાવ્યુ હતુ કે ચિટીંગના ગુનામાં નામ આવતા તે સંતાતો ફરતો હોવાનુ જણાવ્યુ હતુ.
આ બાદ પોલીસ ટીમે નડિયાદ ટાઉન પોલીસ મથકે જરૃરી કાર્યવાહી કરી મહેમદાવાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.


