આણંદના વેપારીના 10 હજાર ડોલર અને 7 હજાર પાઉન્ડના લૂંટારા આણંદથી પાછળ પડ્યા હતા
વડોદરા,તા.10 ફેબ્રુઆરી,2020,સોમવાર
અલકાપુરી વિસ્તારમાં ડુપ્લિકેટ કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી આણંદના વેપારીને લૂંટનાર લૂંટારાઓનો હજી કોઇ પત્તો લાગ્યો નથી.
આણંદમાં ફોરેન કરન્સી એક્સચેન્જનું કામ કરતા અનિલ કલ્યાણી વડોદરાના અલકાપુરી વિસ્તારમાં ૧૦ હજાર યુએસ ડોલર અને ૭ હજાર પાઉન્ડ લઇ આવતા હતા ત્યારે કસ્ટમ ઓફિસરની ઓળખ આપી ત્રણ ગઠિયાઓએ બેગ તપવાસવાના બહાને રૃા.૧૩.૫૪ લાખની ફોરેન કરન્સી લૂંટી લીધી હતી.
આ બનાવની તપાસ કરતી ગોત્રી પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લીધા છે.જ્યારે,લૂંટારા જાણભેદુ હોવાની અને આણંદથી જ પીછો કરી રહ્યા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે.પોલીસે આણંદ તેમજ સ્ટેશન વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવા કવાયત કરી છે.