Get The App

ગુજરાતમાં દર વર્ષે 400થી વધુ ફોરેન મેડિકલ સ્ટુડન્ટનુ રજિસ્ટ્રેશન

- ચીન સહિતના દેશમાં અભ્યાસ માટે જતા સ્ટુડન્ટસમાં

- ચીનમાંથી ભણેલા વિદ્યાર્થી માટે ભારતમાં 12 માસની ઈન્ટર્નશિપ ફરજિયાત નથી : કેન્દ્રની સ્પષ્ટતા

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં દર વર્ષે 400થી વધુ ફોરેન મેડિકલ સ્ટુડન્ટનુ રજિસ્ટ્રેશન 1 - image


અમદાવાદ, તા. 31 જુલાઇ, 2020, શુક્રવાર

કેન્દ્રની સૂચનાથી એમસીઆઈ દ્વારા ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસની ઈન્ટર્નશિપ અંતર્ગત ચીનથી ભણેલા વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ માન્ય રાખવાની સ્પષ્ટતા કરી છે અને તમામ સ્ટેટ મેડિકલ કાઉન્સિલને પરિફ6 કર્યો છે ત્યારે ગુજરાતમાં દર વર્ષે ચીન સહિતના દેશોમાંથી મેડિકલ ભણીને આવતા 400થી વધુ એમબીબીએસ સ્ટુન્ટસની નોંધણી થાય છે.

ચીનમાં એમબીબીએસ સાથે ઈન્ટર્નશિપ પુરી કરીને આવતા વિદ્યાર્થીઓની ફરી ભારતમાં ફરજીયાત ઈન્ટર્નશિપના વિવાદને લઈને કોર્ટ કેસ બાદ અને સ્ટેટ હાઈકોર્ટના ચુકાદા બાદ તાજેતરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા ચીનમાંથી ભણેલા વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ બાબતે સ્પષ્ટતા કરી છે કે 12 માસની ભારતમાં ઈન્ટર્નશિપ ફરજીયાત નથી.

એમસીઆઈ દ્વારા કેન્દ્રની સ્પષ્ટતાના આધારે દરેક સ્ટેટ મેડિકલ કાઉન્સિલને પરિપત્ર કરીને જણાવાવમા આવ્યુ છે કે ચીનમાંથી ભણેલા વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપને  સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં કાયમી રજિસ્ટ્રેશન માટે સ્વીકાર્ય છે.ફિલિપાઈન્સ,રશિયા કે નેપાલ સહિતના અન્ય દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓની નોંધણી માટે મેડિકલ કાઉન્સિલના જે નિયમ છે તે પ્રમાણે જ લાગુ રહેશે.

ગુજરાત સ્ટેટ મેડિકલ કાઉન્સિલના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી તો ચીનમાંથી ભણેલા અને ઈન્ટર્નશિપ કરનારા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થાય છે પરંતુ કેન્દ્રની સ્પષ્ટતા મુજબ હવે આગળ રજિસ્ટ્રેશન સમય કાર્યવાહી થશે અને ગુજરાત સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં રશિયા,ચીન અને ફિલિપાઈન્સ સહિતના દેશોથી મેડિકલ ભણેલા અંદાજે 400થી450 વિદ્યાર્થીઓનુ દર વર્ષે સરેરાશ રજિસ્ટ્રેશન થાય છે.

Tags :