રેલવેના અમદાવાદ વિભાગમાં 22.48 કરોડનું રિફંડ ચૂકવાયું
- અમદાવાદ વિભાગમાં હાલમાં 59 કાઉન્ટરો ઓપન કરાયા
- શુક્રવારે 816 મુસાફરોને 3.77 લાખ રૂપિયાનું રિફંડ ચૂકવાયું
અમદાવાદ,તા.25 જુલાઇ 2020, શનિવાર
પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોના કાઉન્ટર બુકિંગ માટે રેલવે સ્ટેશને કાઉન્ટરો ખોલાયા છે. જેમાં અમદાવાદ વિભાગમાં હાલમાં ૫૯ કાઉન્ટરો ઓપન કરાયા છે.
જેમાં તા.૨૪ જુલાઇને શુક્રવારે ૨,૧૩૭ મુસાફરોની ટિકિટ બુક થવા પામી હતી. બીજી તરફ આ કાઉન્ટરો પરથી રિફંડની પણ ચૂકવણી કરવામાં આવી રહી છે. શુક્રવારે ૮૧૬ મુસાફરોને ૩.૮૮ લાખ રૂપિયાનું રિફંડ ચૂકવાયું હતું.
નોંધપાત્ર છેકે અમદાવાદ વિભાગમાં તા.૨૫ મે થી અત્યાર સુધીમાં ૨૨.૪૮ કરોડનું રિફંડ ચૂકવવામાં આવ્યું છે. બીજી તરફ કોવિડ-૧૯ ને લઇને પશ્ચિમ રેલવે દ્વારા માસ્ક અને સેનેટાઇઝર જાતે બનાવાનો નિર્ણય લીધો છે.
જેમા અત્યાર સુધીમાં૧,૭૦,૪૬૦ માસ્ક બનાવાયા છે અને ૩૪,૧૮૨ લીટર સેનેટાઇઝર બનાવાયું છે.અમદાવાદ વિભાગ દ્વારા ૧૩,૪૬૬ માસ્ક અને ૨,૪૮૪ લીટર સેનેટાઇઝર બનાવાયું છે.
રેલવે સ્ટેશનો પર મુસાફરોને સંક્રમણથી બચાવવાના તમામ પ્રયાસો આરંભી દેવાયા છે.