હત્યા કેસમાં જેલ ભોગવતા અજયે ટિફિન મારફતે સીમકાર્ડ મેળવ્યું,સલીમ જર્દાનો માેબાઇલ વાપર્યો
વડોદરા,તા.17 જાન્યુઆરી,2020,શુક્રવાર
અલકાપુરીના રિઅલ એસ્ટેટ એજન્ટની હત્યા કેસમાં જેલમાં રખાયેલા અજય રાજપૂતે પણ સીમ કાર્ડનો ઉપયોગ કર્યો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે.
દિનેશ પાનાડી નામના એસ્ટેટ એજન્ટની હત્યામાં જેલમાં ગયેલો અજય ખુમાનસિંહ રાજપૂત (રહે.પાંચ દેવલા ગામ,તા.વાઘોડિયા) પણ પેરોલ પર છુટયો ત્યારે પરત ફરતી વખતે તેણે પણ ગોધરા કાંડના કેદી સલીમ જર્દાના મોબાઇલનો ઉપયોગ કર્યો હતો.
વાહન ચોરી જેવા ગુનાઓમાં પણ સંડોવાયેલા અજય રાજપૂતને જેલમાં પત્નીના નામનું સીમ કાર્ડ ટિફિન મારફતે મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ આ અંગે તપાસ હાથ ધરી છે.