અમદાવાદમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની વકી
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ,,સોમવાર
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના
અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે જ્યારે અમદાવાદમાં આગામી બે દિવસ ગાજવીજ
સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે
જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ દક્ષિણપશ્ચિમ દિશાનો પવન છે. મંગળવારે વલસાડ-દમણ-દાદરા
નગર હવેલી-જુનાગઢ, બુધવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. હાલની
સ્થિતિ પ્રમાણે ૧૭મીએ તાપી-નવસારી-દમણ-અમરેલી-ભાવનગર, ૧૮મીએ ગીર સોમનાથ-જુનાગઢમાં અતિભારે
વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ૪૦ કિલોમીટર
પ્રતિ કલાકે પવન ફૂંકાવવાની પણ સંભાવના છે. '
અમદાવાદમાં આજે
દિવસનું તાપમાન ૩૪.૪ વાતાવરણમાં ભેજનુંપ્રમાણ સવારે ૮ઃ૩૦ના ૯૨%-સાંજે ૫ઃ૩૦ના ૬૧% નોંધાયું
હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આગામી પાંચ દિવસ
કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
૧૪ જુલાઇ : વલસાડ,
દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ.
૧૫ જુલાઇ : વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.
૧૬ જુલાઇ : ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર.
૧૭ જુલાઇ : તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ.
૧૮ જુલાઇ : ગીર સોમનાથ, જુનાગઢ, વડોદરા, ભરૃચ, સુરત, અમરેલી, ભાવનગર, દીવ.