app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વડોદરામાં મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેનની વરણી તારીખ 11 અથવા 12મી એ થાય તેવી શક્યતા

Updated: Sep 1st, 2023


- વર્તમાન મેયર પદની અઢી વર્ષની મુદત તારીખ 9 સપ્ટેમ્બરે પૂર્ણ થાય છે

વડોદરા,તા.1 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

વડોદરા જિલ્લા પંચાયત, ત્રણ નગરપાલિકા તેમજ આઠ તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે સેન્સ લેવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ મેયર અને ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી તારીખ 11 અથવા 12 ના રોજ કરવામાં આવે તેવી શક્યતા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનરલ બોર્ડની મીટીંગ તારીખ 11મીએ સવારે મળવાની છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ જાહેર થશે. એ જ પ્રમાણે રાજકોટ અને જામનગરમાં પણ તારીખ 12મી એ વરણી કરવામાં આવનાર છે. સુરતમાં લગભગ 12મી તારીખ નક્કી થઈ છે તેવું જાણવા મળ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્તમાન બોર્ડમાં પ્રથમ અઢી વર્ષની મેયરપદની મુદત તારીખ 9 ના રોજ પૂર્ણ થાય છે. 10મીએ રજાનો દિવસ છે, એટલે 11 અથવા 12 આ બે માંથી એક દિવસે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની વરણી થાય તેવી સંભાવના છે. કારણ કે એ પછી ગુજરાત વિધાનસભાનું સત્ર પણ મળી રહ્યું છે, તે પૂર્વે આ કામગીરી પૂરી કરી દેવાશે. હાલ વડોદરામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે દાવેદારોના નામ ચર્ચામાં છે.

કોર્પોરેશનના વર્તમાન બોર્ડના બાકી અઢી વર્ષની મુદત માટે મેયર તરીકે મહિલાને મૂકવામાં આવશે.

Gujarat