Get The App

દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

- સુરત-રાજકોટમાં ૨૬મીએ ભારે વરસાદ પડી શકે છે

- અમદાવાદમાં ૩૭.૨ ડિગ્રી ગરમી, આગામી ૩ દિવસ હળવા વરસાદની સંભાવના

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News

અમદાવાદ,શુક્રવાર

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી ૨૬ જુલાઇના અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદમાં ત્રણ દિવસ હળવાથી મધ્યમ ઝાપટાંની વકી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, '૨૫ જુલાઇના દીવ-દમણ-દાદરા નગર હવેલીમાં ૪૦ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવા સાથે વરસાદની જ્યારે ભરૃચ-સુરત-નવસારી-વલસાડ-ડાંગ-તાપી-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે. ૨૬મીએ ભરૃચ-સુરત-ડાંગ-તાપી-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-જુનાગઢ-ગીર સોમનાથ-રાજકોટ-પોરબંદર-અમરેલી-દ્વારકામાં અતિભારે જ્યારે ૨૭મીએ નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-દ્વારકા-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. '

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ભારે ઉકળાટ રહ્યો હતો. દિવસનું તાપમાન ૩૭.૨ ડિગ્રી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮ઃ૩૦ના ૮૪%-સાંજે ૫ઃ૩૦ના ૬૦% નોંધાયું હતું. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં માત્ર હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં રવિવારે બપોરે-સોમવારે સવારે-મંગળવારે બપોરે છૂટાછવાયા ઝાપટા પડે તેની સંભાવના છે.

 

Tags :