વડોદરા,તા.16 જાન્યુઆરી,2020,ગુરૃવાર
વડોદરા સેન્ટ્રલ જેલમાં કોલ સેન્ટર ચલાવવાના કૌભાંડમાં છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધાયેલી ફરિયાદો અંગે પોલીસે સલીમ જર્દા સહિત કુલ ૨૬ કેદીઓની ધરપકડ કરી છે.જેલમાં ચાલતા મોબાઇલ નેટવર્કની તપાસ માટે પોલીસે સલીમ જર્દાની પૂછપરછ માટે ગૃહવિભાગ પાસે ખાસ મંજૂરી માંગી છે.
જેલના કોલ સેન્ટરમાં એક મિનિટનો ભાવ રૃા.૫૦
વડોદરા સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલ સેન્ટરમાં એક મિનિટ વાત કરવા માટે રૃા.૫૦ નો ભાવ નક્કી કરવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.આ રકમની લેવડ દેવડ જેલની બહાર કરવામાં આવતી હતી.
જડતી થતાં જ કેદી ફોન ફેંકી દેતા હોય છે
જેલમાં જડતી દરમિયાન પકડાઇ જવાના ડરથી કેદી મોબાઇલ ફેંકી દેતા હોય છે.જેથી આ ફોન બિનવારસી કબજે કરવામાં આવે છે અને ત્યારબાદ તેના માલિકને નક્કી કરવાની પ્રક્રિયા લાંબી હોવાથી કેદી આબાદ બચી જતા હોય છે.


