અમદાવાદમાં પોલીસે અલગ-અલગ ત્રણ ઠેકાણે દરોડા પાડી જુગાર રમતા આરોપીની ધરપકડ કરી
- પેટા પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 2,61,120 કિંમતનો મુદ્દામાલ કબજે
અમદાવાદ, તા.26 જુલાઇ 2020, રવિવાર
ચાંદખેડા પોલીસે મોઢેરામાં નગરપાલિકાની બાજુમાં આવેલા મકાનમાં દરોડો પાડી રૂ.1,33,980 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો.
ચાંદખેડા પોલીસે મોટેરા ગામમાં નગરપાલિકાની બાજુમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા 8 શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રોકડ રકમ 2 વાહન અને 5 મોબાઈલ મળીને 1,33,980 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે વટવામાં આબાદ નગર 200 હનીફ કિયા પાર્ક ખાતે દરોડો પાડીને 7 શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે 76,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે કાગડાપીઠ પોલીસે ગીતામંદિર રોડ પર ચોર્યાસીની ચાંદીમાં એક મકાન પર દરોડો પાડીને જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ કરીને 50,940 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.