Get The App

મગોડી ગામની સગીરાનુ કોબાના પરિણીત યુવાને અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ

Updated: Jan 22nd, 2023

GS TEAM


Google News
Google News
મગોડી ગામની સગીરાનુ કોબાના પરિણીત યુવાને અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ 1 - image


ગાંધીનગર નજીક ચિલોડા પંથકના

રાત્રે સુઈ ગયા બાદ સવારે સગીરાનો પતો નહીં લાગતા પરિવારજનોએ શોધખોળના અંતે ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો

ગાંધીનગર  :  ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા પંથકના મગોડી ગામની ૧૪ વર્ષીય સગીરાનુ કોબા ગામમાં રહેતા પરિણીત યુવાને અપહરણ કરી લીધું હોવા અંગે ચિલોડા પોલીસ મથકમાં સગીરાના માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે હાલ તો પોલીસે આ યુવાન સામે અપહરણનો ગુનો દાખલ કરીને આ યુવાનની શોધખોળ શરૃ કરી છે.

હાલમાં નાની વયની બાળકીઓને પ્રેમ જાળમાં ફસાવી તેમને લગ્નની લાલચ આપીને અપહરણ કરી દુષ્કર્મ આચારવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા પંથકના મગોડી ગામમાં રહેતી ૧૪વર્ષીય સગીરાનું પણ અપહરણ થયું હોવાની વિગતો સાંપડી રહી છે. ચિલોડા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મગોડી ગામે રહેતા શ્રમજીવી પરિવારની ૧૪ વર્ષીય પુત્રી પરિવારજનો સાથે રાત્રે જમીને સુઈ ગઈ હતી ત્યારબાદ સવારના સમયે આ સગીરાનો કોઈ હતો લાગ્યો ન હતો. ઘરે સગીરા જોવા નહીં મળતા પરિવારજનોએ આસપાસના વિસ્તાર અને સગા સંબંધીઓને ત્યાં તપાસ પણ કરાવી હતી પરંતુ તે મળી આવી નહોતી. ત્યારબાદ પરિવારજનોની તપાસમાં બહાર આવ્યું હતું કે સગીરા મૂળ દિયોદરના વતની અને હાલ કોબા ખાતે રહેતા પરિણીત યુવાન પ્રવીણ રાઠોડના સંપર્કમાં હતી. જેના પગલે પરિવારજનો પ્રવીણના ઘરે પણ તપાસ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં પ્રવીણ પણ ઘરે નહીં હોવાની વિગતો મળી હતી. જેથી પ્રવીણ જ પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કરવાના ઇરાદે સગીરાનું અપહરણ કરી લીધું હોવા અંગે પરિવારજનોએ ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે યુવાન સામે અપહરણનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. ચિલોડા પોલીસની અલગ-અલગ ટીમો પણ સગીરા અને આરોપી યુવાનને શોધવા માટે કામે લાગી ગઈ છે.

Tags :