વડોદરાના ઔદ્યોગિક વિસ્તાર નંદેસરીમાં આજે વહેલી સવારે એસિડ ભરેલું ટેન્કર લીકેજ થતા અફરાતફરી સર્જાઈ હતી.
નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પાનોલી કંપની પાસે આજે સવારે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલા ટેન્કરમાં પાછળથી લીકેજ થતાં ધુમાડા છવાયા હતા. જેને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી.
આ સ્થળેથી પસાર થતા લોકો એ ગભરામણ પણ અનુભવી હતી. જોકે નંદેસરી ફાયર બ્રિગેડ આવી જતા અવરજવર બંધ કરાવી પાણી,ચૂનો અને માટી નો મારો ચલાવી સ્થિતિ કાબુમાં લીધી હતી.
ફાયર બ્રિગેડ દ્વારા ટેન્કરનું પ્રવાહી બીજી ટેન્કરમાં ઠાલવવા માટે તજવીજ કરવામાં આવી હતી. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.


