Get The App

પરિણીતા પાસે દહેજમાં 10 લાખ માંગી ઘરમાંથી હાંકી કાઢી

- ચાંદલોડીયા વિસ્તારમાં રહેતી

- પતિ સાથે કેનેડા ગયેલી પત્નીને ત્રાસ અપાતા શેલ્ટર હોમમાં રહેવું પડયું : પિતાએ પૈસા મોકલતા ભારત આવી

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
પરિણીતા પાસે દહેજમાં 10 લાખ માંગી ઘરમાંથી હાંકી કાઢી 1 - image


અમદાવાદ, તા. 12 જુલાઇ, 2020, રવિવાર

ચાંદલોડીયા વિસ્તારમાં રહેતી યુવતીના બહેરામપુરામાં રહેતા અને કેનેડામાં સેટલ થયેલા યુવક સાથે લગ્ન થયા હતા. બાદમાં કેનેડા ગયેલી પત્નીને પતિ પૈસા આપતો ન હોવાથી તેણે નોકરી શરૂ કરીહતી પરંતુ પતિ તમામ પૈસા લઈ લેતો હતો.

ઉપરાંત પિયરમાંથી 10 લાખ લઈ આવવા દબાણ કરતો હતો. આથી કંટાળીને પતિની શેલ્ટર હોમમાં રહેવા જતી રહી હતી અને પિતાએ ટિકીટના પૈસા મોકલતા પરત અમદાવાદ આવી હતી. આ અંગે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ અને અનેય સાસરીયા વિરૂધૃધ ફરિયાદ નોંધાઈ છે.

આ  બનાવની વિગત મુજબ ચાંદલોડીયામાં રહેતા મનીષાબહેન (27)ના લગ્ન બહેરામપુરામાં ક્રિશ્ચન કોલોની, શ્રી કોમ્પ્લેક્સમાં રહેતા અને કેનેડામાં સેટલ થયેલા દિપક આર.ચુનારા સાથે થયા હતા. લગ્ન સમયે મનીષાબહેનને તેમના પિતાએ 10 લાખ આપ્યા હતા.

ઉપરાંત 40 તોલા દાગીના સાથે તેઓ સાસરીમાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ત્યારબાદ 2015માં મનીષાબહેન પતિ સાથે કેનેડા રહેવા ગયા હતા. એકાદ મહિનો પતિએ તેમને સારી રીતે રાખ્યા હતા. કેનેડામાં ખુબ ઠંડી હોવાથી મનીષાબહેને ગરમ કપડા માંગતા તુ તારા પૈસા કમાઈને નવા કપડા લેજે એમ કહી દીધું હતું. 

2016માં મનીષાબહેન ગર્ભવતી થતા તેમના પતિ અને સાસરીયાને ગમ્યું ન હતું અને બાળક ન રાખવા દબાણ કર્યું હતું. સાસરીયાઓે ભારતથી મોકલેલી દવા લેતા મનીષાબહેનને ગર્ભપાત થઈ ગયો હતો.

બાદમાં તેમણે કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી શરૂ કરી હતી. સાસુ અને નણંદ દિપકને ચઢાણમી કરીને મનીષાબહેનનો પગાર અને કેર્ડિટ કાર્ડ લઈ લેવા ખોટી ચઢામણી કરતા હતા અને આ અંગે મનીષાબહેને પતિને પુછતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને મનીષાબહેનનો મોબાઈલ અને લેપટોપ તોડી નાંખ્યું હતું. પતિ મનીષાબહેનનો પુરો પગોર લઈ લેતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો.

દરમિયાન દિપકે તેની માતા થોડા દિવસમાં કેનેડા આવશે અને તેના વિઝા થઈ ગયા છે,એમ કહેતા મનીષાબહેને મને કેમ ન કહ્યું એમ પુછ્યું હતું. મારા મમ્મી તને અહીંથી કાઢવા માટે આવે છે કહીને પતિએ ઝઘડો કરીને મરી જવાની ધમકી આપીને કોષિષ પણ કરી હતી. આ અંગે મનીષાબહેને કેનેડામાં ફરિયાદ પણ નોંધાવી હતી. 

ઉશ્કેરાયેલા પતિએ મનીષાબહેનના એકાઉન્ટમાં 4 ડોલર રાખી બાકીની રકમ ઉપાડી લેતા તેમણે શેલ્ટર હોમમા રહેવા મજબુર થવું પડયું હતું. બાદમાં પિતા પાસેથી પૈસા મંગાવી ને ભારત પરત આવ્યા હતા.

મનીષાબહેન તેમની બહેરામપુરાની સાસરીમાં રહેવા જતા સાસરીયાઓએ કાઢીમુકતા તે પિતાના ઘરે રહેવા આવ્યા હતા. આ અંગે તેમણે પતિદિપક, સસરા રાજેશ એમ.ચુનારા, સાસુ નિતાબહેન, દિયર હર્ષ અને નણંદ પ્રજ્ઞા વિરૂધૃધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :