For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કપડવંજ, કઠલાલ, મહેમદાવાદમાં માત્ર મહિલાઓ જ શાકભાજી લેવા જઈ શકશે

- માર્કેટમાં ભીડ જામતી હોવાથી જાહેરનામાનો ભંગ થતો હતો

- કપડવંજ અને ખેડા પ્રાત અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું : ખરીદી માટે સવારે ૭ થી ૧૧ વાગ્યાની છૂટ અપાઈ

Updated: Mar 28th, 2020

Article Content Image

નડિયાદ,તા.27 માર્ચ 2020, શુક્રવાર

ખેડા જિલ્લામાં કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ અન ખેડા પ્રાંત કચેરી દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.જેમાં જીવનજરૂરીયાત ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે મહિલાઓ જઇ શકશે તેમ જણાવ્યુ છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છવાયો છે.આ પરિસ્થિતીમાં જાહેર કરાયેલા લોકડાઉન દરમ્યાન લોકોને જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ માટે સવારે ૭:૦૦ થી ૧૧:૦૦ કલાકની આંશિક છુટ આપવામાં આવી છે.જો કે આ સમય દરમ્યાન લોકો પોતાના સાઘનો લઇ વધુ પ્રમાણમાં જતા હોવાનુ તંત્રના ધ્યાને આવ્યુ હતુ.આ અંગે એખ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતુ.તેમ છતા લોકો દ્વારા મોટા પ્રમાણમાં આ જાહેરનામાનો ભંગ કરતા હોવાનુ જણાઇ આવ્યુ હતુ.

આ સ્થિતીમાં ખેડા જિલ્લાના કપડવંજ,કઠલાલ,ખેડા,મહેમદાવાદ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ મળી રહે અને સોશિયલ ડીસ્ટન્ટ જળવાઇ રહે તે માટે કપડવંજ પ્રાંત અને ખેડા પ્રાંત દ્વારા ખાસ જાહેરનામુ બહાર પાડયુ છે.જેમાં જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે માત્ર મહિલાઓ જ નીકળી શકશે.તેમજ ટુ-વ્હીલર લઇને બહાર નિકળી શકાશે નહિ.સવારે ૭  થી ૧૧ વાગ્યા સુધીમાં તેઓ ખરીદી કરવા નિકળી શકશે.તા.૨૭મીથી ટુ-વ્હીલર ઉપર પ્ર તિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ હુકમનો અનાદર કરશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ છે.

Gujarat