વડોદરા જિ.પં.ના સભ્યોને માત્ર ગ્રાન્ટમાં રસ,TB હારેગા,દેશ જિતેગા સેમિનારમાં માત્ર ૭ સભ્યો હાજર
વડોદરા,તા.6 ફેબ્રુઆરી,2020,ગુરૃવાર
વડોદરા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને માત્ર ગ્રાન્ટમાં જ રસ હોય તેમ લાગે છે.
આજે વડોદરા જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ટીબીને નેસ્ત નાબૂદ કરવા માટે ટીબી હારેગા,દેશ જિતેગા..ના નેજા હેઠળ એક સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં જિલ્લા પંચાયતના સભ્યોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.આ સભ્યો તેમના મત વિસ્તારમાં ટીબીના રોગ બાબતે જાગૃતિ લાવે અને કેસ જણાય તો આરોગ્ય વિભાગને જાણ કરે તે આશય સાથે તેમના માટે સેમિનાર યોજાયો હતો.
પરંતુ આ સેમિનારમાં આરોગ્ય અધિકારીઓની સાથે જિલ્લા પંચાયતના કુલ ૩૬ સભ્યોમાંથી માત્ર ૭ સભ્યો જ હાજર રહ્યા હતા.જેમાં ઉપપ્રમુખ હાજર હતા.પરંતુ મહિલા પ્રમુખ ગેરહાજર રહ્યા હતા.