Get The App

ફાર્મર રજિસ્ટ્રી હેઠળ હજી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ નોંધણી કરાવીે

પીએમ કિસાન યોજનાનો લાભ લેતા જિલ્લામાં ૨,૦૪,૦૬૧ ખેડૂતો નોંધાયા છે

Updated: Nov 19th, 2024

GS TEAM

Google News
Google News
ફાર્મર રજિસ્ટ્રી હેઠળ હજી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ નોંધણી કરાવીે 1 - image

વડોદરા,એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડીની જેમ ફાર્મર આઈ.ડી મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબર ૦૨૪થી ખેડૂત નોંધણી શરૃ કરવામાં આવી છે.

ભારત સરકારે પી.એમ. કિસાન યોજના હેઠળ રૃ.૨૦૦૦ ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરી છે. ૨૫ નવેમ્બર પહેલા વડોદરા જિલ્લાના પી.એમ. કિસાન યોજનાનો લાભ લેતા કુલ ૨,૦૪,૦૬૧ લાભાર્થીઓ સાથે જ અન્ય તમામ ખેડૂત ખાતેદારોે નોંધણી કરાવવાની રહેશે. આજ સુધી ફક્ત ૨૦,૭૩૫ ખેડૂતોએ જ ખેડૂત રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ  કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર (વિસીઈ)નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો તેમ ન કરે તો પી.એમ. કિસાન યોજનાનો ૨૦૦૦ નો હપ્તો મળશે નહીં.

Tags :