Get The App

ટેક્સ કન્સલ્ટન્ટ સાથે ઠગાઇ ઃ ઓટીપી, સીવીસી નંબર આપ્યા અને ૨૯ના બદલે રૃા.૯૯૨૯ ડેબિટ થયા

સાયબર ઠગે ભૂલથી કપાયા છે તેમ કહી ફરી પાસવર્ડ માંગ્યો અને એકાઉન્ટની જમા રકમ પણ ડેબિટ થઇ ગઇ

Updated: Jan 13th, 2020

GS TEAM

Google News
Google News
ટેક્સ કન્સલ્ટન્ટ સાથે ઠગાઇ ઃ ઓટીપી, સીવીસી નંબર આપ્યા અને ૨૯ના બદલે રૃા.૯૯૨૯ ડેબિટ થયા 1 - image

 વડોદરા, તા.13 જાન્યુઆરી, સોમવાર

એચડીએફસી બેંકમાં નોકરી અપાવવાના બહાને ડેબિટ કાર્ડની માહિતી માંગી ટેક્સ કન્સલ્ટન્ટના બેંક ખાતામાંથી ઓનલાઇન રકમ તફડાવી લીધી હોવાની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આર.વી. દેસાઇ રોડ પર મધુવન સોસાયટીમાં રહેતો જીગ્નેશ શાલીગ્રામ ઇગ્લે એટવોકેટ પાસે ટેક્સ કન્સલ્ટન્ટીંગ તરીકે નોકરી કરે છે. તા.૯ નવેમ્બરના રોજ તે ઘેર હતો ત્યારે મોબાઇલ પર પ્રેમ શર્મા નામની વ્યક્તિનો ફોન આવ્યો  હતો અને એચડીએફસી બેંકમાં ઓફિસની જરૃર છે તમો ઇચ્છા ધરાવતા હોય તો નોકરી પ્રોવાઇડર નામની ઓનલાઇન વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરો તેમ જણાવી પ્રેમ શર્માએ એક મેસેજ મોકલી પર્સનલ માહિતી માંગી હતી તેમજ ડેબિટ કાર્ડની માહિતી અને તેના પરનો સીવીવી નંબર અને પાસવર્ડ પણ માંગતા જીગ્નેશ ઇગ્લેએ આપેલ બાદમાં પ્રેમ શર્માએ રૃા.૨૯ પેમેન્ટ કરવાનું કહેતા જીગ્નેશે પેમેન્ટ કર્યું હતું.

થોડા સમય બાદ જીગ્નેશના મોબાઇલ પર રૃા.૨૯ના બદલે રૃા.૯૯૨૯ ડેબિટ થયા હોવાનો મેસેજ આવ્યો હતો જેથી જીગ્નેશે ફોન કરી પ્રેમને જણાવતા પ્રેમે કોમ્પ્યુટરની ભૂલના કારણે થયું છે તમારા વધારાના રૃપિયા પરત કરી દઇશું તે માટે તમારા મોબાઇલમાં મેસેજ આવશે અને તમારા મોબાઇલનો ઓટીપી તેમજ પાસવર્ડ મને આપજો તેમ કહ્યું હતું. મોબાઇલ પર ઓટીપી અને પાસવર્ડ આવતા જીગ્નેશે તે પ્રેમ શર્માને આપ્યો હતો પરંતુ પૈસા પરત આવવાના બદલે એકાઉન્ટમાં બાકી બેલન્સ રૃા.૧૯૦૦ પણ ડેબિટ થઇ ગયું  હતું.

પોતે છેતરાયો હોવાની જાણ થતા આખરે જીગ્નેશે પ્રેમ શર્માના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ થયો ન હતો આખરે જીગ્નેશે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.



Tags :