ગુજરાતમાં સરેરાશ 100માંથી 4થી વધુ દર્દીનાં મૃત્યુ, દેશમાં સૌથી વધુ
- કોરોનાથી મૃત્યુદર ગુજરાતમાં 4.33% , દેશમાં 2.41%
- મહારાષ્ટ્રમાં 3.72%, મધ્ય પ્રદેશમાં 3.10% : આસામમાં 27 હજારથી વધુ કેસ છતાં મૃત્યુદર 0.24%
અમદાવાદ, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર
કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત હવે ભલે સાતમાં સૃથાને પહોંચી ગયું છે. પરંતુ મૃત્યુદર મામલે દેશમાં સૌથી ચિંતાજનક સિૃથતિ ગુજરાતની છે. દેશમાં સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં ગુજરાત હવે સમગ્ર દેશમાં ટોચના સૃથાને છે. ગુજરાતમાં હાલ કોરોનાથી મૃત્યુદર 4.33% છે, જે અન્ય રાજ્યો કરતાં જ નહીં દેશની સરેરાશ કરતાં પણ વધારે છે.
22 જુલાઇની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાં 51485 કેસમાંથી 2228ના મૃત્યુ થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાના 100માંથી સરેરાશ 4 કરતાં વધુ દર્દી મૃત્યુ પામે છે. સમગ્ર દેશમાં મૃત્યુદર એક મહિના અગાઉ 3.18% હતો અને હવે તે ઘટીને 2.41% થઇ ગયો છે. કોરોનાથી વૈશ્વિક મૃત્યુદર મહિના અગાઉ 5.23% હતો અને હવે તે 4.12% છે.
સૌથી વધુ મૃત્યુદર ધરાવતતા રાજ્યોમાં મહારાષ્ટ્ર 3.72% સાથે બીજા સૃથાને છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલા 3.37 લાખ કેસમાંથી 12556ના મૃત્યુ થયા છે.મૃત્યુદરને મામલે મધ્ય પ્રદેશ 3.10% સાથે ત્રીજો, દિલ્હી 2.94% સાથે ચોથો અને પશ્ચિમ બંગાળ 2.48% સાથે પાંચમો ક્રમ ધરાવે છે. દેશમાંથી આંદમાન નિકોબાર-મણિપુર-મિઝોરમ-નાગાલેન્ડ અને સિક્કિમમાંથી હજુ સુધી કોરોનાથી મૃત્યુ નોંધાયા નથી.
જે રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય પણ મૃત્યુદર ઓછો હોય તેમાં આસામનો સમાવેશ થાય છે. આસામમાં 27745 કેસ સામે 66ના મૃત્યુ થતાં મૃત્યુદર માત્ર 0.24% છે. આ સિવાય કેરળમાં 15033 કેસ સામે 46ના મૃત્યુ થતાં મૃત્યુદર 0.31%, હિમાચલ પ્રદેશમાં 1769 કેસ સામે 12ના મૃત્યુ સાથે મૃત્યુદર 0.68% જ્યારે ગોવામાં 4176 કેસ સામે 28ના મૃત્યુ સાથે મૃત્યુદર 0.67% છે.
આ સિૃથતિએ ગુજરાત માટે બેકાબુ બની રહેલો મૃત્યુદર ચિંતાનો વિષય છે. ગુજરાતમાં જુલાઇ માસમાં અત્યારસુધી 381ના મૃત્યુ થયા છે. આમ, જુલાઇ માસમાં હાલ દરરોજ સરેરાશ 18થી વધુ વ્યક્તિના મૃત્યુ થઇ રહ્યા છે.