રાજસ્થાનમાં ભાજપ કે કોંગ્રેસને મત નહીં : BTPનો નિર્ણય
- મહેશ વસાવાનો બે ધારાસભ્યોને આદેશ
- રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ડખા થતા બીટીપીએ અશોક ગેહલોતને ટેકો પાછો ખેંચ્યો
ગુજરાત બાદ બીટીપી રાજસ્થાનમાં કોંગ્રેસ સાથે રાજકીય વેર વાળવાના મૂડમાં, ભાજપને મદદ કરશે
અમદાવાદ, તા. 13 જુલાઇ, 2020, સોમવાર
રાજસૃથાનમાં ગેહલોત સરકાર પર રાજકીય સંકટ ઘેરાયું છે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે બળવો કરતાં ગેહલોત સરકારની મુશ્કેલી વધી છે. આ દરમિયાન, હવે ભારતીય ટ્રાયબલ પાર્ટી મેદાને આવી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે રાજકીય ડખાં થતાં ભારતીય ટ્રાયબલ પાર્ટીએ અશોક ગેહલોતને ટેકો પાછો ખેચ્યો છે.
એટલું જ નહીં, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ રાજસૃથાનમાં બીટીપીના બે ધારાસભ્યોેન ફલોર ટેસ્ટમાં કોગ્રેસ અને ભાજપ કોઇને મત નહી આપવા આદેશ કર્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ બીટીપીએ મતદાનથી અળગા રહીને આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યુ હતું.
આદિવાસીઓના મુદ્દાઓને આગળ ધરીને મતદાન ન કરતાં કોંગ્રેસને એક જ બેઠકથી ંસતોષ માનવો પડયો હતો અને ભાજપ ત્રણેય બેઠકો પર વિજેતા થઇ હતી. રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ અને બીટીપી વચ્ચે મનમેળ રહ્યો નથી.
હવે કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં ય બીટીપીને ટેકો પાછો ખેચવાના મતમાં છે. આ પરિસિૃથત વચ્ચે રાજસૃથાનમાં ગેહલોત સરકાર સંકટમાં મૂકાઇ છે.સચિન પાયલોટે બળવો કરી ભાજપના સંપર્કમાં છે ત્યારે ગેહલોત સરકાર એક એક ધારાસભ્યને સાચવવાની મથામણ છે.
દરમિયાન, રાજસૃથાનમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે ધારાસભ્યો ચૂંટાયાં છે. ચૌરાસી બેઠક પર રાજકુમાર રોત અને સાગવાડા બેઠક પર રામપ્રસાદ ડિંડોર બીટીપીના ધારાસભ્ય છે.
બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ વ્હિપ જારી કરી આદેશ કર્યો છેકે,રાજસૃથાનના રાજકીય સંકટમાં જયારે ફલોર ટેસ્ટ થાય તો અશોક ગેહલોત કે ભાજપને મત આપવો નહીં.
બંને ધારાસભ્યોને સૂચના અપાઇ છેકે, જો પક્ષના આદેશનો અનાદર કરી મત આપશો તો પક્ષ શિસ્તભંગના પગલાં લેશે.ઉલ્લેખનીય છેકે,બીટીપીના બંને ધારાસભ્યોએ અશોક ગેહલોતને ટેકો કર્યો હતો.
સૂત્રોનું કહેવું છેકે, મહેશ વસાવા-છોટુ વસાવાના ભાજપ સાથેના સબંધ મજબૂત થયા છે ત્યારે રાજકીય સમિકરણો જોતાં ફરી એકવાર બીટીપી ભાજપના ખોળામાં બેસે તો નવાઇ નહીં. રાજસૃથાનમાં બીટીપી કોંગ્રેસ સાથે રાજકીય વેર વાળવાના મૂડમાં છે.