ઉત્તરાયણને અનુલક્ષીને ચાર દરવાજા વિસ્તારમાં નોએન્ટ્રી અને નોપાર્કિંગ
તા.૧૩ની સવારે નવ વાગ્યાથી તા.૧૪ની સવારના સાત વાગ્યા સુધી અમલ
વડોદરા,તા,11,જાન્યુઆરી,2020,શનિવાર
ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને ચાર દરવાજા વિસ્તારમાં પતંગ બજારના કારણે પોલીસ દ્વારા નોએન્ટ્રી અને નોપાર્કિગ અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જેનો અમલ ૧૩ તારીખે સવારે નવ વાગ્યાથી ૧૪મી તારીખે સવારે ૭ વાગ્યા સુધી રહેશે.
ચાર દરવાજા વિસ્તારમાં ભરાતા પતંગબજારને કારણે પતંગ-દોરાની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જેના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાય છે. ૧૩મી તારીખે સવારે નવ વાગ્યાથી માંડવી ચાર દરવાજા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો માટે નોપાર્કિગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
તેમજ માંડવી ચાર દરવાજા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો, રાવપુરા રોડ પર ફોરવ્હીલર, સંગમ રોડ, હરણખાના રોડ પર ટુવ્હીલર વાહનો માટે તેમજ જૂના પાદરા રોડ પર ભારદારી વાહનો માટે નોએન્ટ્રી જાહેર કરવામાં આવી છે.
આ જાહેરનામાનો અમલ ૧૪મી જાન્યુઆરીના સવારના સાત વાગ્યા સુધી રહેશે.