For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ્યમાં નવરાત્રીની ઉજવણી માટે સરકાર આપી શકે છે મંજુરી, DyCMએ આપ્યા સંકેત

- સરકાર અમુક ગાઈડાઈન્સને ધ્યાનમાં રાખીને નવરાત્રીની ઉજવણી કરવા અંગે કરશે વિચારણા

Updated: Sep 10th, 2020

રાજ્યમાં નવરાત્રીની ઉજવણી માટે સરકાર આપી શકે છે મંજુરી, DyCMએ આપ્યા સંકેત

અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

કોરોના કાળની વચ્ચે નવરાત્રીની ઉજવણીને થશે કે નહી તે એક મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. એવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં નવરાત્રીમાં ગરબના આયોજનને લઈને મોટા સંકેત આપ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, નવરાત્રીની મંજૂરી માટે વિચારણા ચાલી રહી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, નવરાત્રીની રાહ જોઈ રહેલા દિકરા દિકરીઓ ગરબે ઘુમવા આતુર રહે છે. તેમની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર નવરાત્રી ઉજવવા અંગેના પ્રસ્તાવ પર વિચારણા કરી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર અમુક ગાઈડાઈન્સને ધ્યાનમાં રાખીને નવરાત્રીની ઉજવણી કરવા અંગે વિચારણા કરશે. ગરબા ગુજરાતની ઓળખ છે માટે ગરબા રમવા માટે કેટલા લોકો, કેટલા સમય માટે અને ક્યારે ગરબા રમી શકે તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોરોના સંકટ અટકે તે પણ જરૂરી છે.

Gujarat