Updated: Mar 18th, 2023
વડોદરાઃ એમ એસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સર્જાયેલી ગેરવ્યવસ્થાને કારણે અનેક વિદ્યાર્થીઓ હોલમાં પ્રવેશી નહિં શકતા તેઓ રોષે ભરાયા હતા.
સયાજી નગરગૃહની બહાર વરસાદી માહોલ વચ્ચે પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.તેઓ યુનિ.સત્તાધીશોના મિસમેનેજમેન્ટ સામે ફીટકાર વરસાવી રહ્યા હતા.
એક વિદ્યાર્થિનીએ ભારે રોષ સાથે કહ્યું હતું કે,યુનિ.સત્તાધીશોએ ૯ હજાર વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા તો શું જોઇને ૧ હજારની કેપિસિટી વાળો હોલ રાખ્યો? ખુદ યુનિ.ના સત્તાવાળાઓ જ આબરૃનું લીલામ કરવા બેઠા છે અને દોષ વિદ્યાર્થીઓને આપે છે.આવા અધિકારીઓને કારણે જ આજે વિદ્યાર્થીઓ દેશ છોડવા મજબૂર થઇ રહ્યા છે.