વડોદરા,તા.31.જાન્યુઆરી,2020
વડોદરા શહેરમાં અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમના અભાવે અવર જવર કરવા માટે આજે પણ શહેરીજનો મોટાપાયે ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે.એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ હાથ ધરેલા એક સવેના તારણ પ્રમાણે ૪૮.૫ ટકા એટલે કે લગભગ અડધો અડધ વડોદરાવાસીઓ કોઈ પણ કામ માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે.
આ સર્વેના તારણ પ્રમાણે બીજો ક્રમ કારનો આવે છે.૧૩.૫ ટકા લોકો ટ્રાન્સપોર્ટેશનના વિકલ્પ તરીકે કારનો ઉપયોગ કરે છે.૫.૭ ટકા લોકો ઓટો રીક્ષા અને માત્ર ૮.૨ ટકા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે સિટી બસ સર્વિસનો ઉપયોગ કરે છે.સાયકલ પર જનારા લોકોની સંખ્યા ૫.૭ ટકા છે અને એક સ્થળેથી બીજા સ્થળે જવાનુ હોય અને અંતર ઓછુ હોય તો આશ્ચર્યજનક રીતે ૧૪ ટકા લોકો વોક કરીને જતા હોય છે.આ સર્વેના ગાઈડ અને સિવિલ એન્જિનિયરિંગ વિભાગના અધ્યાપક ડો.પંકજ પ્રજાપતિ કહે છે કે, અમે આ સર્વેમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાં રહેતા ૯૦૦ પરિવારોનો સમાવેશ કર્યો હતો અને જેના આધારે ઉપરોક્ત તારણો કાઢ્યા છે.આગામી વર્ષોમાં વડોદરાને પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વગર ચાલવાનુ નથી.જોકે હાલની સિસ્ટમની કેટલીક ખામીઓ પણ છે અને આ સર્વેમાં લોકોએ કેટલાક સૂચનો કરીને તે બાબત તરફ પણ ધ્યાન દોર્યુ છે.
કયા કામ માટે વાહન વ્યવહારના કયા વિકલ્પની પસંદગી
વાહન એજ્યુકેશન વર્ક શોપિંગ મનોરંજન અન્ય
ટુ વ્હીલર ૯.૧ ૨૮.૮ ૪.૯ ૨.૯ ૨.૭
કાર ૧.૩ ૮.૯ ૦.૭ ૧.૭ ૧.૦
વાન પૂલિંગ ૩.૫ ૦ ૦.૩ ૦.૩ ૦
ઓટો રિક્ષા ૧.૮ ૧.૭ ૧.૧ ૦.૩ ૦.૭
બસ ૨.૮ ૨.૭ ૧.૬ ૦.૩ ૦.૭
સાયકલ ૪.૧ ૦.૬ ૦.૪ ૦.૬ ૦.૦
વોક ૪.૪ ૨.૯ ૩.૬ ૧.૭ ૧.૬
૬૨ ટકાએ બસ સેવાને અનિયિમિત ગણાવી
સિટી બસ સર્વિસનો ઉપયોગ કરનારા લોકોને પણ સ વાલો પૂછાયા હતા.
મોટાભાગનાએ કહ્યુ હતુ કે, ૨ કિલોમીટરથી વધારે દુર જવાનુ હોય તો બસ સેવાનો ઉપયોગ કરીએ છે.
બસ સેવાનો ઉપયોગ કરનારા લોકોને કેટલો સમય બસ માટે રાહ જોવી પડે છે તેનો પણ સર્વે કરવામાં આવ્યો હતો.
જેમાં ૮૬ ટકા લોકોએ કહ્યુ હતુ કે, બસ માટે ૧૦ થી ૨૦ મિનિટ રાહ જોવી પડતી હોય છે.
૬૨ ટકા લોકોનુ માનવુ હતુ કે, સિટી બસો સમયસર ચાલતી નથી હોતી.
૪૬ ટકાએ બસની મુસાફરીના અનુભવને સારો એન ૪૦ ટકાએ સરેરાશ ગણાવ્યો હતો.
શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કેમ નથી કરતા
શહેરીજનોએ સિટી બસ સેવાનો ઉપયોગ નહી કરવા માટે નીચેના કારણો આપ્યા હતા
૪૭ ટકાના મતે બસના ટાઈમ ટેબલની માહિતીનો અભાવ હોવાથી કયા સ્થળે ક્યારે બસ મળશે તેની જાણકારી નથી હોતી.
૧૭ ટકાના મતે ડોર ટુ ડોર કનેક્ટિવિટીનો અભાવ
૧૨ ટકા વધારે ગિર્દી રહેતી હોવાથી બસનો ઉપયોગ કરવા નથી માંગતા
૩૨ ટકાનુ માનવુ છે કે, બસમાં વાઈ ફાઈ સુવિધા હોવી જોઈએ
૨૫ ટકાના મતે એસી બસની સુવિધા જરુરી
૧૭ ટકાના મતે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમની મુસાફરી આરામદાયક નથી હોતી
૮૦ ટકાના મતે ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જરુરી
કઈ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો વ્યાપ વધારી શકાય?
પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને અસરકાર બનાવવા માટે નીચેના ઉપાયો થઈ શકે
નવા ડેવલપ થઈ રહેલા વિસ્તારોને કનેક્ટ કરતા સરક્યુલર રુટ જરુરી
લોકો પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ ઓછો કરે તે માટે પાર્કિંગની ફી વધારવી જોઈએ.તે પહેલા અસરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જરુરી ે
એક્સપ્રેસ અને એસી બસની સંખ્યા વધવી જોઈએ
બસ સેવાનો ઉપયોગ કરનારા લોકોના ફીડબેક નિયમિત રીતે લેવા જરુરી
ખાનગી કંપનીઓ અને સરકારી વિભાગોએ કર્મચારીઓને ફ્રી બસ પાસ આપવા જોઈએ.
બસમાં અને બસ સ્ટોપ પર ફ્રી વાઈ ફાઈ સર્વિસ યુવાઓને આકર્ષી શકે છે
શહેરીજનોને બસ સેવાના રુટ અને સમયની રિયલ ટાઈમ ઈન્ફર્મેશન મળે તે મહત્વનુ છે
વિદ્યાર્થીઓ માટેની સ્પેશ્યલ બસ દોડાવી શકાય
ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો અમલ જરુરી


