કસ્ટોડિયલ ડેથમાં જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધાશે : સરકાર
- વડોદારાના શેખ બાબુ નિસારના
- હાઇકોર્ટના આકરા વલણ બાદ પોલીસ અધિકારીઓ સામે 302ની કલમ નોંધવાની સરકારની ખાતરી
અમદાવાદ, તા. 21 જુલાઇ, 2020, મંગળવાર
વડોદરામાં ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુ નિસારના કસ્ટોડિયલ ડેથ કેસમાં રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ ખાતરી આપી છે કે આ કેસમાં આરોપી પોલીસકર્મી ઓસામે હત્યાનો ગુનો નોંધવામાં આવશે. 2019માં બાબુ નિસાર પોલીસ સ્ટેશને ગયા બાદ લાપતા થતા તેના પુત્રએ હેબિયસ કોર્પસ કરી હતીં.
ડિસેમ્બર-2019માં શેખ બાબુ નિસારને ફતેહગંજ પોલીસ પૂછપરછ માટે લઇ ગઈ હતી અને ત્યારબાદ તે લાપતા થતા તેના પુત્રએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી. મામલો શઁકાસ્પદ બનતા હાઇકોર્ટ ફતેહગંજ પોલીસ સ્ટેશનના સી.સી.ટી.વી. ફૂટેજ અને અન્ય વિગતોની તપાસ કરવાનો આદેશ આ પ્યો હતો.
જેમાં બહાર આવ્યું હતું કે તેનું કસ્ટોડિયલ ડેથ થયું છે. જો કે આરોપીઓ સામે માત્ર 304(કલ્પેબલ હોમિસાઇડ)નો જ કેસ નોંધાતા હાઇકોર્ટ સરકારની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. જેમાં સરકારે આજે બાંયધરી આપી ચે કે આરોપી પોલીસકર્મીઓ સામે 302 એટલે કે હત્યાનો ગુનો નોંધવામાં આવશે.