Get The App

વડોદરાની SSG હોસ્પિટલની મધર મિલ્ક બેન્કમાં સાડા ત્રણ માસમાં 592 માતાઓએ 64.60 લીટર દૂધનું દાન કર્યું

- સ્ટોર કરાયેલા દૂધમાંથી 727 જેટલા નવજાત શિશુઓએ પોષણ મેળવ્યું મિલ્ક ડોનર માતાઓની સંખ્યામાં થતો વધારો

Updated: Feb 5th, 2020

GS TEAM

Google News
Google News
વડોદરાની SSG હોસ્પિટલની મધર મિલ્ક બેન્કમાં સાડા ત્રણ માસમાં 592 માતાઓએ 64.60 લીટર દૂધનું દાન કર્યું 1 - image

વડોદરા,તા.૦૫ ફેબુ્રઆરી ૨૦૨૦, બુધવાર

કૂપોષણ અને બાળ મૃત્યુદર ઘટડાવા માટે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં મધર મિલ્ક બેન્કની શરૃઆત કરવામાં આવી છે. 

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સાડા ત્રણ મહિના પહેલા શરૃ થયેલી મધર મિલ્ક બેન્કમાં વિક્રમજનક મિલ્ક એકત્ર 

થયુ છે જેના કારણે સેંકડો નવજાત બાળકોને પોષણ મળતુ થયુ છે.

કેટલીક માતાઓને બાળકના જન્મ સમયે દૂધ ન આવવાની સમસ્યા હોય છે, તરછોડાયેલા બાળક હોય અથવા તો  

પ્રિમેચ્યોર ડીલીવરી વખતે માતાને ધાવણ ન આવવાની સમસ્યા હોય તેવા સંજોગોમાં નવજાત બાળકની સ્થિતિ ખરાબ 

થતી હોય છે અને કેટલાક કિસ્સામાં માતાના ધાવણના અભાવે પોષણ નહી મળતા બાળકનું મોત પણ થાય છે અથવા તો 

બાળકનો વિકાસ રોકાઇ જાય છે. આવા સમયે મધર મિલ્ક બેન્ક નવજાત બાળકો માટે જીવતદાનરૃપ સાબીત થાય છે.

એસએસજી હોસ્પિટલ ખાતે આવેલી મધર મિલ્ક બેન્ક પણ નવજાત શિશુ માટે વરદાનરૃપ સાબિત થઇ રહી છે. અહી મધર 

મિલ્ક બેન્ક શરૃ થયાના સાડા ત્રણ માસના ટૂંકાગાળામાં સારી સફળતા મળી છે. તા. ૧૪ ઓક્ટોબર,૨૦૧૯થી તા.૨૮, 

જાન્યુઆરી,૨૦૨૦ સુધીમાં ૫૯૨ માતાઓએ ૬૪,૬૦૦ મિ.લી,(આશરે ૬૪ લીટર) દૂધ ડોનેટ કરીને નવજાત બાળકોના 

આરોગ્યના સંવર્ધનમાં યોગદાન આપ્યું છે. આ દૂધમાંથી ૭૨૭ બાળકોને ૫૦૫૬૨ મિ.લી.(આશરે ૫૦ લીટર) દૂધ 

આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, દેશના બેંગલુરૃ જેવા શહેરમાં માતાના ૧૦૦ એમએલની દૂધની બોટલ રૃા. ૪૦૦માં 

વેચાઈ રહી છે જ્યારે અહી એસએસજીમાં તે નિઃશુલ્ક આપવામાં આવે છે.

ડોનેટેડ મિલ્કને પેશ્ચરાઇઝ્ડ કરીને છ મહિના સાચવી શકાય છે

ઇલેક્ટ્રિક  બ્રેસ્ટ પંપ દ્વારા દૂધ મેળવાય છે, તંદુરસ્ત અને વધુ માત્રામાં ધાવણ હોય તે માતા ડોનેટ કરી શકે છે

વડોદરાની SSG હોસ્પિટલની મધર મિલ્ક બેન્કમાં સાડા ત્રણ માસમાં 592 માતાઓએ 64.60 લીટર દૂધનું દાન કર્યું 2 - imageએસએસજી હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્કના સંચાલિકા અને બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડો. શીલા અય્યર કહે છે કે, 

મિલ્ક બેંક શરૃ થયાના ટૂંકા સમયમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. દૂધ ડોનેટ કરતા સમયે માતાઓમાં રહેલો કચવાટ દૂર 

થતો જાય છે તેમ દૂધ દાન કરતી માતાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.  સ્વસ્થ-તદુરસ્ત અને વધુ માત્રામાં ધાવણ 

હોય તે માતા પોતાનું દૂધ ડોનેટ કરી શકે છે. તેમજ દધ આપનાર માતા જરૃરી રિપોર્ટસ ઉપલબ્ધન હોય તો, જરૃરી 

તપાસ કરાવી માતાનું દૂધ લેવામાં આવે છે. અહી ઈલેક્ટ્રિક બ્રેસ્ટ પંપ દ્વારા દૂધ મેળવાય છે જેથી માતાઓને ડોનેટ 

કરવામાં સરળતા થઈ ગઈ છે. ડોેનેટેડ દૂધને પેશ્ચરાઈઝડ કરીને બેક્ટેરિયા મુક્ત કરાય છે પછી તેને નિશ્ચિંત તાપમાને ૬ 

મહિના સુધી સાચવી રાખવામાં આવે છે.

Tags :