mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શહેર-જિલ્લામાંથી ૩૦૦૦થી વધુ રાજકીય પ્રચાર માટેની સામગ્રી દૂર કરાઇ

શહેર અને જિલ્લામાંથી પોસ્ટર્સ, બેનર્સ અને દીવાલો પરના દૂર કરાતા લખાણો

Updated: Mar 18th, 2024

શહેર-જિલ્લામાંથી ૩૦૦૦થી વધુ રાજકીય પ્રચાર માટેની સામગ્રી દૂર કરાઇ 1 - image

વડોદરા, તા.૧૭ વડોદરા શહેર અને જિલ્લામાં  લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની શનિવારે જાહેરાત થવાની સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો અમલ શરૃ કરી દેવામાં આવ્યો છે.

વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ વડોદરા, છોટાઉદેપુર અને  ભરૃચ લોકસભા વિભાગના વિધાનસભા મતવિસ્તારોમાં આચારસંહિતાના અમલીકરણ માટે વડોદરા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત શહેર જિલ્લાના ૧૦ વિધાનસભા મત વિભાગ દીઠ નોડલ અને મદદનીશ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

શનિવારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા રાજકીય પક્ષોની પ્રચારાત્મક  સામગ્રી હટાવી લેવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું કે શહેર જિલ્લાની  જાહેર મિલકતો પરથી ૭૪૮ દિવાલો પરના લખાણો, ૩૮૫ પોસ્ટર્સ તથા ૨૩૨ બેનર્સ તેમજ ૬૭૫ જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી સહિત  કુલ ૨૦૪૦ જ્યારે  ખાનગી મિલકતો પરથી ૩૦૭ દિવાલ પરના લખાણો, ૩૫૭ પોસ્ટર્સ, ૧૭ બેનર્સ અને ૨૫૩ અન્ય ૯૩૪  સહિત કુલ ૨૯૭૪ જેટલી રાજકીય પક્ષોની પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. 

વડોદરા શહેર જિલ્લાની જાહેર  તથા ખાનગી ઈમારતો પરથી રાજકીય પક્ષોના પોસ્ટર્સ, બેનર્સ, ભીંત પરના લખાણો સહિત અન્ય  પ્રચારાત્મક હટાવવાની કામગીરી  શરૃ કરવામાં  આવી છે. શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં ૨૯૭૪ થી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.



Gujarat