સિંઘરોટમાં ATSની કામગીરી ૨૪ કલાક કરતા વધુ સમય ચાલી
ડ્રગ્સ ઉત્પાદન માટેની ફેક્ટરીમાં સિંઘરોટના શખ્સને રૃા.૨૦ હજારના પગાર પર રખાયો હતો

વડોદરા, તા.30 વડોદરા જિલ્લાના સિંઘરોટ ગામની સીમમાં એટીએસની કામગીરી ૨૪ કલાક કરતા પણ વધુ સમય સુધી ચાલું રહી હતી.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે પાંચ વાગ્યા બાદ એટીએસની વિવિધ ટીમો દ્વારા સિંઘરોટમાં ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું અને આ કામગીરી આજે સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રહી હતી. સાંજે એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી હતી. આ સાથે ઝડપાયેલા ડ્રગ્સ ડીલરોને એટીએસની ટીમ સાથે લઇ ગઇ હતી. આવતીકાલે તમામને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે તેમ જાણવા મળ્યું છે.
ડ્રગ્સ ઉત્પાદન માટેના શેડમાં સિંઘરોટમાં જ રહેતા એક શખ્સને એક મહિના પહેલાં રૃા.૨૦ હજારના પગાર પર રાખવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસોમાં વોચમેનના પુત્રનું લગ્ન હોવાનું પણ જાણવા મળ્યું છે.

